કાંચી મઠનાં શંક્રાચાર્ય જયેન્દ્ર સરસ્વતીનું નિધન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

કાંચી કામાકોટી પીઠ ના અધિપતિ શ્રી જયેન્દ્ર સરસ્વતી નું 82 વર્ષ ની ઉંમરે અવસાન થયું હતું, તેઓ થોડા સમય થી શ્વાસ ની બીમારી થી ઝઝુમતા હતા. તેઓ ને શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટર, ચેન્નાઇ ખાતે જાન્યુઆરી માહ માં દાખલ કરવા માં આવ્યા હતા. પરંતુ હાલત માં સુધાર ના આવતા તેઓ નું નિધન થયું હતું.  તેેઓ ૧૯૫૪માં શંક્રાચાર્ય બન્યા હતા.

કાંચી પીઠ ના નવા અધિપતિ તરીકે શ્રી વિજયેન્દ્ર સરસ્વતીની નિમણૂંક કરવા માં આવી છે. તેઓ કાંચી પુઠ ના 70 માં અધિપતિ નિમાયા છે. કાંચી કામાકોટી પીઠ ની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા પાંચ મેં સદી માં કરવા માં આવી હતી.

શ્રી જયેન્દ્ર સરસ્વતી ને 2004 માં તેમના મઠ ના એકાઉન્ટન્ટ ના હત્યા ના મામલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ 2016 માં તેઓને આ કેસ માં થી મુક્તિ આપવા માં આવી હતી. હિન્દૂ સમાજ માટે આ ઘટના ખુબજ આઘાત જનક હતી.

Share This Article