ગરબાડા જંગલ વિસ્તારમાં પોતાના નવજાત બાળકને તરછોડી કળયુગી માતા ફરાર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોલીસે નવજાત બાળકને તરછોડનાર માતાની શોધખોળ શરૂ કરી

દાહોદ: દાહોદના ગરબાડા વિસ્તારમાં માતાની મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ગરબાડામાં નિષ્ઠુર માતાએ પોતાના વ્હાલસોયાને તરછોડ્યો હોવાની ઘટના સામે આવી છે. ગરબાડા જંગલ વિસ્તારમાં પોતાના નવજાત બાળકને તરછોડી કળયુગી માતા ફરાર થઇ ગઇ છે. સ્થાનિકોએ બાળકના રડવાનો અવાજ સાંભળતા પોલીસ અને ૧૦૮ની ટીમને ફોન કર્યો હતો. જેથી પોલીસ અને ૧૦૮ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતા અને બાળકનો કબજાે લઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા છે. હાલ બાળકની તબિયત સ્વસ્થ છે. પોલીસે નવજાત બાળકને તરછોડનાર માતાની શોધખોળ શરૂ કરી છે.

Share This Article