કલ્કી ઐતિહાસિક પુસ્તકો ખુબ પસંદ કરે છે : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  અભિનેત્રી કલ્કી પણ બોલિવુડમાં ઘણા સમયથી છે પરંતુ મોટી સફળતા હાંસલ કરી શકી નથી. હવે તે બાયોપિક ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. તે ઐતિહાસિક પુસ્તકો ખુબ વાંચે છે. બોલ્ડ અને સેક્સી સ્ટાર  કલ્કી હવે ઐતિહાસિક ભૂમિકા કરવા માટે ઉત્સુક છે. કલ્કીએ કહ્યુ છે કે તે ઐતિહાસિક પુસ્તકો ખુબ વાંચે છે. સાથે સાથે હવે ઇતિહાસ પર આધારિત ફિલ્મ કરવાની તેની ઇચ્છા છે. બુક્સ વાંચવાનુ તેને ખુબ પસંદ છે.

તેનુ કહેવુ છે કે ઇતિહાસમાં અમર રહેલી કોઇ પણ મહિલાની ભૂમિકા અદા કરવાની તેની ઇચ્છા છે. જા આ પ્રકારની ભૂમિકા તેને મળશે તો તે ગર્વ અનુભવ કરશે અને આવી ફિલ્મ કરવા માટે તરત તૈયાર પણ થઇ જશે. તેનુ કહેવુ છે કે એક કલાકારને હમેંશા સંઘર્ષ કરવાની ફરજ પડે છે. દેવ ડી મારફતે બોલિવુડમાં એન્ટ્રી કરનાર કલ્કીએ કહ્યુ છે કે તેને બોલિવુડમાં સ્થાન જમાવવા માટે ખુબ સંઘર્ષ કરવાની ફરજ પડી છે. તે સંઘર્ષને આઈ પ્રોફેશનના એક હિસ્સા તરીકે ગણે છે. કલ્કીના કહેવા મુજબ એક કલાકારને હમેંશા સંઘર્ષ કરતા રહેવાની ફરજ પડે છે. ફિલ્મ કર્યા બાદ દરેક બાબત આવડી જાય તે પણ જરૂરી નથી.

તેનુ કહેવુ છે કે દેવ ડી બાદ તે બે વર્ષ સુધી કોઇ ફિલ્મમાં નજરે પડી ન હતી. બે વર્ષ સુધી માત્ર થિયેટરનાં જ ભૂમિકા અદા કરી હતી. કેટલીક વખત અનેક કામો એક સાથે આવી જાય છે. કેટલીક વખત એવુ બને છે કે કામ આવતા પણ નથી. આધુનિક સમયમાં સોશિયલ મિડિયા પર ફિલ્મી કલાકારોને ટ્રોલ કરવા માટેનો ક્રેઝ જાવા મળે છે. પરંતુ કલ્કી આના કારણે બિલકુલ પ્રભાવિત નથી. તેનુ કહેવુ છે કે તે વિવાદમાં બિલકુલ રહેવા માટે તૈયાર નથી. તે ામાત્ર પોતાના કામ પર ધ્યાન આપે છે.

 

Share This Article