ભારતના મિસાઈલ મેન તરીકે લોકપ્રિય અને પરમાણુ કાર્યક્રમના પિતા ગણાતા અબ્દુલ કલામના જન્મદિવસે દેશના લોકોએ તેમને યાદ કર્યા હતા. તેમની સિદ્ધીઓ અભૂતપૂર્વ રહી છે. પરમાણુ કાર્યક્રમના ક્ષેત્રમાં તેમની સિદ્ધીઓ અને યોગદાનને ભારતીય લોકો ક્યારેય ભુલી શકશે નહીં. આજે તેમના જન્મદિવસે યાદ કરવામાં આવ્યા હતા. અબ્દુલ કલામ ૨૫મી જુલાઈ ૨૦૦૨થી ૨૫મી જુલાઈ ૨૦૦૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બન્નેનો તેમને ટેકો મળ્યો હતો અને પાંચ વર્ષ સુધી સેવા કર્યા બાદ તેઓ શૈક્ષણિક, લેખનમાં પરત ફર્યા હતા. તેમને અનેક પ્રતિષ્ઠાજનક એવોર્ડ મળી ચુક્યા છે જેમાં ભારતના સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નનો પણ સમાવેશ થાય છે. તમિલ મુÂસ્લમ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. કલામની સિદ્ધીઓ નીચે મુજબ રહી છે.
- અબ્દુલ કલામ ભૌતિક વિજ્ઞાન અને એરોસ્પેશમાં એÂન્જનિયરિંગમાં અભ્યાસ કરીને આગળ વધ્યા હતા
- ચાર દશક સુધી વૈજ્ઞાનિક અને સાયન્સ એડમિનિસ્ટ્રેટર તરીકે રહ્યા હતા
- ડીઆરડીઓ અને ઈસરોમાં જાડાયેલા રહ્યા હતા
- ભારતના નાગરીક અંતરીક્ષ કાર્યક્રમ અને લશ્કરી મિસાઈલ વિકાસમાં સામેલ રહ્યા હતા
- બેલાસ્ટીક મિસાઈલના વિકાસમાં કામગિરી બદલ મિસાઈલ મેન તરીકે જાણીતા થયા હતા
- ૧૯૯૮માં ભારતના પોખરણ-૨ પરમાણુ પરિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી
- ૨૦૦૨માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે ભાજપ અને કોંગ્રેસના ટેકાથી ચુંટાયા હતા
- દેશના સૌથી સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્નથી પણ સન્માનિત કરાયા હતા