ભારતની ૩ પેઢીઓના ડાન્સ માટેની પોતાની દીવાનગીને પ્રદર્શિત કરવા એક કોમન મંચ પુરુ પાડતા કલર્સના ‘ડાન્સ દીવાને’ને દર્શકો દ્વારા પસંદ કરાઈ રહેલ છે. આ વીકએન્ડ પર, મનોરંજન વધુ ઉપર જશે કેમ કે ‘ધડક’ કાસ્ટ-ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જૌહર સહિત ઈશાન ખટ્ટર, જહાન્વી કપૂર ખાસ મહેમાન હશે.
આવી રહેલ એપિસોડ શકીલ શેખ દ્વારા દર્શનીય પરફોર્મન્સનું સાક્ષી બનશે જેમણે ‘યે દિલ હૈ મુશ્કીલ’ પર ડાન્સ કર્યો જે તુષાર અને કરણ જૌહર બન્ને માટે ખૂબ જ ખાસ છે અને તેઓના માટે ટર્નિંગ પોઈન્ટ હતું.
તુષાર કાલિયાએ વ્યક્ત કર્યું, “હું કરણ સરનો ખૂબ જ આભારી છું, મારામાં વિશ્વાસ દર્શાવવા બદલ અને યે દિલ હૈ મુશ્કીલ જેવી મૂવીમાં મને કોરિયોગ્રાફ કરવાની તક આપવા બદલ. એ મૂવી મારા માટે સૌથી ખાસ રહેશે અને એમના વિશ્વાસ અને મારામાંના કોન્ફીડન્સે મને મારું શ્રેષ્ઠ આપવામાં મદદ કરી.”
કરણ જૌહરે ઉમેર્યું, “માત્ર બે જ ગીતો છે જે મારા ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ છે – એક છે કલ હો ના હોનું ટાઈટલ ટ્રેક અને બીજું, યે દિલ હૈ મુશ્કીલ. તુષારની કોરિયોગ્રાફીએ મારા માટે ગીતને વધુ ખાસ બનાવી દીધું.”
પછીથી તુષાર અને ઈશાને ભેગા થઈને ગીતો પર પરફોર્મ કર્યું જેણે દરેક જણને તેમની સાથે જોડી દીધાં.