કૈલાસ માનસરોવર યાત્રામાં હાલમાં હવામાન પ્રતિકુળ હોવાના અહેવાલ મળી રહ્યા છે જેથી આ યાત્રા ઉપર ગયેલા શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કૈલાસ માન સરોવર યાત્રાથી પરત ફરી રહેલા લોકો ઉત્તરાખંડમાં ગુંજી ખાતે અટવાયા છે તેવા અહેવાલ આવ્યા બાદ જાણકાર લોકોએ કહ્યું છે કે કોઈપણ શ્રદ્ધાળુ કોઈપણ જગ્યાએ અટવાયા નથી. આ શ્રદ્ધાળુઓને વિમાન મારફતે અન્યત્ર ખસેડી લેવાયા છે. ખરાબ હવામાનના લીધે ગુંજીથી પિથોરાગઢ લઈ જવાની પ્રક્રિયામાં વિલંબ થયો છે. મળેલી માહિતી મુજબ ૧૫૦થી ૨૦૦ જેટલા ગુજરાતી શ્રદ્ધાળુઓ પણ કૈલાસ માનસરોવર યાત્રામાં જોડાયા છે. જાણકાર લોકોનું કહેવું છે કે ગુંજીમાં કોઈપણ લોકો અટવાયા હોવાના અહેવાલને સમર્થન મળ્યું નથી. આ લોકોએ ૪૫ દિવસ પહેલા યાત્રા શરૂ કરી હતી. ઉત્તરાખંડમાં ગુંજી ખાતે પહોંચી ગયા છે.
શ્રદ્ધાળુઓ ખરાબ હવામાનને લઈને પરેશાન દેખાઈ રહ્યા છે. બીજી બાજુ માહિતીગાર સૂત્રોએ કહ્યું છે કે હેલિકોપ્ટર દ્વારા ગુંજીથી પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓને ખસેડવામાં આવી રહ્યા છે કારણ કે રસ્તાઓ ભેખડો ધસી પડતા બ્લોક થઈ ગયા છે. આઈટીબીપીના અધિકારીઓનું કહેવું છે કે તમામ શ્રદ્ધાળુઓ બિલકુલ સુરક્ષિત છે અને અટવાઈ પડ્યા હોવાના કોઈ સમાચાર નથી. શુક્રવારના દિવસે ૪૫ લોકોને પિથોરાગઢ લઈ જવામાં આવ્યા હતા. પિથોરાગઢ ખાતે બેઝમાં તેમને લઈ જવામાં આવ્યા હતા. ખરાબ હવામાનના પરિણામ સ્વરૂપે હેલિકોપ્ટર સેવાને પણ અસર થઈ રહી છે.
ખરાબ હવામાનના કારણે ઘણી વાર ઓછી રાઈડની ફરજ પડે છે. કૈલાસ માનવસરોવર યાત્રામાં ગુજરાત સહિત દેશના જુદા જુદા ભાગોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ કૈલાસ માનસરોવરની યાત્રામાં રવાના થયા છે. ખરાબ હવામાનની અસર દેખાઈ રહી છે.