મુંબઇ : અફઘાનિસ્તાનમાં જન્મેલા ભારતીય કેનેડિયન ફિલ્મ અભિનેતા, પટકથાકાર, કોમેડિયન અને ફિલ્મ નિર્દેશક કાદરખાનનુ અવસાન થતા તેમના કરોડો ચાહકોમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. કાદર ખાને વર્ષ ૧૯૭૩માં આવેલી દાગ ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ ક્યારેય પાછળ વળીને જાયુ ન હતુ. એક સફળ સિવિલ એન્જિનિયરથી લઇને બોલિવુડ અભિનેતા તરીકે તેમની સફર સફળ રહી હતી. દાગ ફિલ્મ વર્ષ ૧૯૭૩માં રજૂ કરવામા આવી હતી. જે બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી.
ફિલ્મમાં રાજેશ ખન્નાએ યાદગાર ભૂમિકા અદા કરી હતી. વર્ષ ૧૯૭૦થી લઇને ૧૯૯૯ સુધી કાદર ખાને તમામ યાદગાર ફિલ્મોમાં પટકથા લખી હતી. ૨૦૦ ફિલ્મો માટે ડાયલોગ પણ લખ્યા હતા. બોમ્બે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ તેઓ અભ્યાસમાં આગળ વધ્યા હતા. સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર તરીકે મુંબઇમાં સક્રિય રહ્યા હતા. ત્યારબાદ બોલિવુડમાં પ્રવેશી ગયા હતા. અફઘાનિસ્તાનમાં કાબુલમાં કાદરખાનનો જન્મ થયો હતો. તેમના પિતા અબ્દુલ રહેમાન ખાન કંદહારના હતા. જ્યારે તેમની માતા ઇકબાલ બેગમ બલોચના હતા.
હિન્દી ફિલ્મ ઉદ્યોગના કેન્દ્ર સમાન મુંબઇમાં કાદરખાન રહેતા હતા. નેધરલેન્ડ અને કેનેડામાં પણ તેમના પરિવારના સભ્યો રહે છે. તેમના ત્રણ પુત્રો છે. જે પૈકી સરફરાજે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા પણ અદા કરી છે. કાદરખાને કેનેડાની નાગરિકતા પણ હાંસલ કરી હતી. ખાન ભારતીય મુÂસ્લમ હતા. ૨૨મી ઓક્ટોબર ૧૯૩૭ના દિવસે તેમનો જન્મ થયો હતો.