અફઘાનિસ્તાન ના શહેર કાબુલ માં રવિવારે એક એમ્બ્યુલન્સ ની અંદર છુપાવી રાખેલા વિસ્ફોટકો ના મોટા જથ્થા દ્વારા તાલિબાની આતંકવાદીઓ એ બૉમ્બ બ્લાસ્ટ કર્યો હતો. જેમાં 190 .થી વધુ લોકો ઘવાયા હતા અને 100 થી વધુ લોકો ના મૃયુ નિપજ્યા હતા તેમ સરકારી પ્રવક્તા દ્વારા જાણવા મળ્યું હતું. આ ઘટના માં વપરાયેલ વિસ્ફોટક ખુબજ મોટા પ્રમાણ માં હતો અને તેના થાકી થયેલ જાનહાની પણ ખુબજ મોટા પ્રમાણ માં થઇ હતી.
કાબુલ સરકાર દ્વારા આ ઘટના માટે હક્કાની નેટવર્ક ને દોશી જણાવાયુ હતું તથા સરકારી ઇમારતો ની સલામતી વધારી દેવામાં આવી હતી. તે ઉપરાંત લોકો માં સરકાર સામે સલામતી ના મુદ્દે ખુબજ રોષ જોવા મળ્યો હતો. હક્કાની નિટવર્ક ના તાલિબાન સાથે ઘનિષ્ટ સંબંધ હોવા નું ચર્ચાય છે. આ ઘટના પછી કાબુલ પોલીસ દ્વારા ચાર સંદિગ્ધો ની અટકાયત કરવા માં આવી છે અને બ્લાસ્ટ ની તાપસ ચાલુ કરવા માં આવી છે.
ફોટો ક્રેડિટ – NBC