કાબુલ માં આતંકવાદી હુમલો, 18 ના મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અભઘાનીસ્તાન ની રાજધાની કાબુલ માં કાલે રાતે 9.30 ભારતીય સમય મુંજબ તાલિબાની આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તેઓનો મુખ્ય ટાર્ગેટ ટેલિકોમ્યુનિકેશન કોન્ફરન્સ માં ભાગ લેવા ઔયલા 34 અધિકારીઓ હતા. આ હુમલા માં તાલિબાની બૉમ્બ તથા અન્ય એક્સપ્લોઝિવ શરીરે બાંધી અને બ્લાસ્ટ કર્યો હતો. 13 કલાક ચાલેલા સંઘર્ષ મા 18 લોકો ના મૃત્યુ થયા હતા. 18 મૃતકો માં 14 લોકો ફોરેન ડેલિગેટ્સ હતા.

14 માં થી 11 વિદેશી જેઓ મૃત્યુ પામ્યા તેઓ KamAir નામક પ્રાઇવેટ એરલાઇન ના એમ્પ્લોયી હતા.

આ ઘટનાક્રમ માં દાસ લોકો જેમાં છ સિક્યુરિટી ફોર્સ ના જવાનો હતા તેઓ ઘાયલ થયા હતા. અને 150 લોકો જેમાં 41 વિદેશી મહેમાન હતા તેઓ ને હોટેલ માંથી સકુશળ રેસ્ક્યુ કરવા માં આવ્યા હતા. આ હુમલો ભારત અને અન્ય દેશોએ સખત શબ્દો માં વખોડી કાઢ્યો હતો.

Share This Article