મુંબઇ : શાહિદ કપુર અને કિયારા અડવાણી અભિનિત ફિલ્મ કબીર સિંહની કમાણી રેકોર્ડ સર્જી રહી છે. આ ફિલ્મની કમાણી હવે ૩૫૦ કરોડ સુધી પહોંચી ગઇ છે. ફિલ્મમાં શાહિદ કપુરની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. બીજી બાજુ ફિલ્મની પટકથાને લઇને પણ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે. ફિલ્મ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મ તમામ વર્ગના લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મ કમાણીને લઇને હજુ નવો આંકડો હાંસલ કરી શકે છે. ફિલ્મે શરૂઆતના ૨૫ દિવસમાં જ ઉલ્લેખનીય કમાણી કરી લીધી છે. શાહિદ કપુરની કેરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ તરીકે કબીર સિહ સાબિત થઇ રહી છે. ફિલ્મમાં કેટલાક વિવાદાસ્પદ સીનના કારણે તેની ટિકા પણ થઇ રહી છે. જો કે ટિકાની કોઇ અસર તેના પર થઇ રહી નથી.
કારણ કે ફિલ્મ સફળતાના નવા રેકોર્ડ સર્જી રહી છે. ફિલ્મ હવે ૩૬૫ કરોડથી ૩૭૦ કરોડના આંકડા તરફ વધી રહી છે. હજુ સુધી બે ફિલ્મો જ એવી હતી જે ફિલ્મે ૩૦૦ કરોડથી વધારેની કમાણી કરી છે. આ ફિલ્મમાં વિકી કોશલની ઉરી અને સલમાન ખાનની ભારત ફિલ્મનો સમાવેશ થાય છે. ઉરી ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૩૮ કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે સલમાન ખાનની ભારતે ૩૦૪ કરોડની કમાણી કરી છે. કબીર સિંહે રજૂઆતના પ્રથમ દિવસે ૨૦ કરોડની કમાણી કરી હતી.
સલમાન ખાનની ભારત અને અક્ષય કુમારની કેસરી બાદ પ્રથમ દિવસે સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે આ ફિલ્મ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે કબીર સિંહ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની ઓફિશિયલ રીમેક ફિલ્મ છે. બંને ફિલ્મોનુ નિર્દેશન સંદીપ વાંગા રેડ્ડી દ્વારા કરવામાં આવ્યુ હતુ. કબીર સિંહ ફિલ્મ દેશભરમાં ૨૧મી જુનના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવી હતી.