કબીરસિંહની સફળતા બાદ શાહિદની ડિમાન્ડ વધી ગઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :  કબીર સિંહ ફિલ્મમાં  જોરદાર એક્ટિંગ કર્યા બાદ અને ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાથ લાગ્યા બાદ શાહિદ કપુરની બોલબાલા જારદાર રીતે વધી ગઇ છે. શાહિદ કપુર હવે વધી ગયેલી માંગ વચ્ચે એક ફિલ્મમાં કામ કરવા માટે ૪૦ કરોડ રૂપિયા માંગી રહ્યો છે. મળેલી માહિતી મુજબે શાહિદે હવે તેલુગુ ફિલ્મ જર્સીની રીમેકમાં કામ કરવા માટે ૪૦ કરોડ રૂપિયાની માંગ કરી છે. જો કે શાહિદ તરફથી આ રકમના સંબંધમાં કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી. જર્સી એક ક્રિકેટરની યાત્રાને ભાવનાશીલ તરીકે રજૂ કરે છે. જે ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી લેવા માટે તમામ પ્રયાસો અને સંઘર્ષ કરે છે.

તેલુગુ ફિલ્મને બોક્સ ઓફિસ પર શાનદાર સફળતા મળી હતી. આ ફિલ્મને ક્રિટિક્સ દ્વારા પણ વધાવી દેવામાં આવી હતી. જા કે શાહિદ કપુર તરફથી જ્યાં સુધી કોઇ વાત કરાશે નહીં ત્યારે અટકળો જારી રહેશે. કબીર સિંહ શાહિદ કપુર માટે ગેમ ચેન્જર તરીકે સાબિત થઇ રહી છે. શાહિદ કપુર પહેલા એક ફિલ્મમાં કામ કરવા માટે ૧૦-૧૨કરોડની માંગ કરી રહ્યો હતો. હવે તે ચાર ગણી વધારે ફીમાં કામ કરનાર છે. શાહિદે પોતાની ફીમાં રેકોર્ડ વધારો કર્યો છે. કબીર સિંહ દેશમાં ૨૧મી જુનના દિવસે રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે.

હજુ સુધી આ  ફિલ્મ  ૨૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. હવે નવેસરના અહેવાલ મુજબ કબીર સિંહની સફળતા બાદ શાહિદે પોતાની ફીમાં વધારો કર્યો છે. કબીર સિંહ ફિલ્મ પહેલા શાહિદ કપુરની ફિલ્મી કેરિયર એક રીતે રોકાઇ ગઇ હતી. જો કે હવે કેરિયર રેકોર્ડ ગતિથી વધી ગઇ છે. ફિલ્મની સફળતા બાદ તેની કેરિયર ફરી એકવાર રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. તેની ડિમાન્ડ ફરી એકવાર વધી છે.

Share This Article