કબડ્ડી સ્ટાર, તમિલ થલાઇવા, રાઇડર રાહુલ ચૌધરી અને અમદાવાદી કોમર્શિયલ પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટની સગાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદની સાંજ એક નવી જ પ્રેમ કહાની ની સાક્ષી બની હતી. અમદાવાદી કોમર્શિયલ પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટે ભારતીય કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરીનું દિલ ચોર્યું છે, જે કબડ્ડી માં સ્ટાર છે જેને રેડ મશીનતરીકે પણ ઓળખવામાં આવે છે.

Photo 05

૧૫મી ડિસેમ્બરની સુંદર સાંજની વચ્ચે બંનેની સગાઈ થઈ ગઈ.  તેઓએ સ્વીકાર્યું કે હેતાલીને નાનપણથી જ કબડ્ડીની રમત પસંદ છે અને તે શાળાના સમયમાં પણ રમી હતી, બીજી બાજુ રાહુલ પાયલોટ સાથે લગ્ન કરવા માંગતો હતો જેથી અજબ પ્રેમ કી ગજબ કહાની જેવો સીન અહીં જોવા મળ્યો હતો. રાહુલે આ સમયે ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની વાત શેર કરતા કહ્યું હું દિલ લે ગઈ કુડી ગુજરાત દીગીત ઘણી વાર સાંભળતો હતો, પણ ક્યારેય ખબર ન હતી કે તે મારા માટે વાસ્તવિકતા બની જશે’.

Share This Article