જય કન્હૈયાલાલ કી શ્રેણીમાં કન્હૈયા અને ડાલી લગ્ન કરશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સ્ટાર ભારતની શ્રેણી જય કન્હૈયાલાલ કી દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે અને ટેલિવિઝન પર સૌથી વધુ જોવાતી શ્રેણીઓમાં તેને સ્થાન મળ્યું છે. આ શો યુવા ઑલ-રાઉન્ડર છોકરા કન્હૈયા અને અમીર બાપની બગડેલી દીકરી ડાલીને પહોંચી વળવા માટે કન્હૈયા દ્વારા પ્રાયોજાતી યુક્તિઓ વિશે છે તેમનો સંબંધ લવ-હેટનો સંબંધ ગણવામાં આવતો હોવા છતાં આ જોડીએ લગ્ન કરતાં શોમાં મોટો વળાંક આવ્યો છે.

વાર્તામાં ત્યારે વળાંક આવે છે જ્યારે રૉકીને ખબર પડે છે કે દાદા દેવાળિયા થયા છે અને લગ્ન માટેની દરખાસ્ત મૂકે છે. દરમિયાન, સમગ્ર પરિવારથી પોતાની ઓળખ છૂપી રાખનાર કન્હૈયાની સાચી ઓળખનો ડાલીની બડી મા એટલે કે સંધ્યાને ખ્યાલ આવે છે. કન્હૈયાની સાચી ઓળખથી અજાણ ડાલી જ્યારે અમુક શરતો મૂકીને કન્હૈયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લે છે ત્યારે વાર્તામાં વધુ એક વળાંક આવે છે. સસ્પેન્સ જે રીતે વધતું જાય છે તે અને ડાલીને કઈ રીતે કન્હૈયાની ઓળખની જાણ થાય છે તે જોવું એક લ્હાવો બની રહેશે. શોમાં એક પછી એક ઘણા રોમાંચક વળાંકો આવી રહ્યા છે.

ડાલીની ભૂમિકા ભજવતી શ્વેતાને આ વિશે પૂછવામાં આવતાં તે કહે છે કે ડાલીના પાત્રને કન્હૈયા સાથે લગ્ન કરવામાં કોઈ રસ ન હોવા છતાં લગ્નની આખી સીક્વન્સનું શૂટિંગ રસપ્રદ રહ્યું. આ લગ્ન એ ડાલી માટે કોઈ મોટી બાબત નહોતી, તેથી જ્યારે રૉકીએ લગ્ન ફોક કરવાની જાહેરાત કરી ત્યારે ડાલીએ કેટલીક શરતો મૂકીને કન્હૈયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આવનારા ઍપિસોડ્સમાં દર્શકોને વાર્તામાં ઘણા વળાંકો જોવા મળશે.

Share This Article