ભારતના અગ્રણી ઓટીટી મંચ ઝી૫એ હાલમાં કાફિર રજૂ કરી હતી, જે વાર્તાને દર્શકો પાસેથી અદભુત પ્રેમ અને સરાહના મળ્યાં છે. દિયા મિરઝા અને મોહિત રૈના અભિનિત આ વેબ- સિરીઝે અનુભવી કલાકારો સાથે ડિજિટલ પદાર્પણ કર્યું છે અને નિઃશંક રીતે આ વર્ષનો એક સૌથી વહાલો શો છે. ભવાની ઐયર લિખિત અસલ વાર્તા પર આધારિત, સોનમ નાયર અને સિદ્ધાર્થ મલ્હોત્રા લિખિત આ આઠ એપિસોડની ઓરિજિનલ વેબ સિરીઝનું પ્રસારણ ૧૫ જૂન, ૨૦૧૯ના રોજ ખાસ ઝી૫ પર કરવામાં આવ્યું હતું
આ લોન્ચ વિશે બોલતાં ઝી૫ ઈન્ડિયાના પ્રોગ્રામિંગ હેડ અપર્ણા આચરેકરે જણાવ્યું હતું કે ઝી૫માં અમે સતત અંતર હોય તેવી હળવી વાર્તા લાવવા કામ કરીએ છીએ. કાફિર અત્યંત સૂચક વાર્તા છે અને તેમાં બધાં તત્વો છે તેને બ્લોકબસ્ટર ફિલ્મ બનાવવાની તાકાત ધરાવે છે. અમને આ વાર્તા દર્શકો સુધી પહોંચવા સાથે સમાજ પર પ્રભાવ પાડે એવી આશા છે
કાફિર પાકિસ્તાની સ્ત્રીની વાર્તા છે, જે વિચિત્ર સંજોગો હેઠળ ભારતમાં આવે છે અને પાછી ઘેર જઈ શકતી નથી. શો ઉગ્રવાદનો આરોપ ધરાવતી આ સ્ત્રી અને તેને ન્યાય આપવાનો એકમેવ હેતુ બનાવતા તેના વકીલ વચ્ચેના સંબંધ આસપાસ વીંટળાયેલી છે.
ડાયરેક્ટર સોનમ નાયર કહે છે, આ વાર્તા અત્યંત શક્તિશાળી છે, કારણ કે આ ખરી વાર્તા છે, જેથી તેને ન્યાય આપવાની મારે ખભે મોટી જવાબદારી હતી. મને આશા છે કે મેં તેને ઊંડાણભર્યા, સમૃદ્ધ અને આકર્ષક પાત્રો અને તેમની સમસ્યાઓ સાથે સાર્થક કર્યું છે. આ અનુભવ અવિસ્મરણીય રહ્યો છે, જેણે અમારા બધાને બદલી નાખ્યા છે. લોકો આ સિરિઝ જુએ તે જોવાની મને ઉત્સુકતા છે. આપણે જીવીએ છીએ તે સમયમાં આ વાર્તા અત્યંત સુસંગત અને મહત્વપૂર્ણ છે. મને ખાતરી છે કે ઝી૫ની વ્યાપક પહોંચથી આ શો સીમાપાર પહોંચશે.
આ વિશે પોતાનું પરિપ્રેક્ષ્ય જણાવતાં મોહિત રૈના કહે છે, કાફિર રોમાંચક વાર્તા છે અને દર્શકોના વ્યાપક વર્ગ સુધી પહોંચે તે મહત્વપૂર્ણ છે. વાર્તા મારા પાત્ર વેદાંતના પરિપ્રેક્ષ્યથી બતાવવામાં આવી છે અને ફિલ્મના દરેક તત્વોને સુંદર રીતે એકત્ર બાંધવામાં આવ્યાં છે. શો સાથે મેં ડિજિટલ પદાર્પણ કર્યું છે અને મને આશા છે કે દર્શકોને તે થોભીને વિચાર કરવા માટે પ્રેરિત કરે છે.
કાફિર વિશે બોલતાં દિયા મિરઝા કહે છે, કાફિર વાર્તા નિશ્ચિત જ મારી જોડે હંમેશાં રહેશે. કાયનાઝની ભૂમિકાએ મને ભાવનાત્મક ભોગ બનાવી છે અને જેની પર આ વાર્તા આધારિત છે તેણે પોતાના જીવનમાં આ ઘટનાઓ કઈ રીતે ઝીલી હશે તે કલ્પના પણ કરી શકું એમ નથી. મને આશા છે કાયનાઝ વેદાંતને મેળવે છે. ઝી૫એ આ અસલ પ્રોજેક્ટને ટેકો આપ્યો તેની મને ખુશી છે.
૧૨ ભાષામાં લગભગ ૩૫૦૦ ફિલ્મો, ૫૦૦ ટીવી શો, ૪૦૦૦ મ્યુઝિક વિડિયો, ૩૫ થિયેટર પ્લે અને ૮૦ લાઈપ ટીવી ચેનલો સાથે ઝી૫ ખરા અર્થમાં રાષ્ટ્ર અને દુનિયાભરમાં તેના દર્શકો માટે બેજોડ કન્ટેન્ટ ઓફરનું સંમિશ્રણ છે. ઝી૫ સાથે બ્રાન્ડ તરીકે ઝિંદગીની વૈશ્વિક કન્ટેન્ટ છે, જેની દેશભરમાં વ્યાપક રીતે સરાહના થઈ રહી છે, જેણે તેના વફાદાર દર્શકો માટે પાછી લાવવામાં આવી છે.