દેશના મહત્વકાંક્ષી મુન મિશન ચન્દ્રયાન-૨ પર દુનિયાની નજર કેન્દ્રિત હતી. જો કે ચન્દ્રની સપાટીથી માત્ર બે કિલોમીટરના અંતરે લેન્ડર વિક્રમનો સંપર્ક ઇસરો સાથે તુટી ગયો હતો. જો કે ચન્દ્રયાન-૨ ઓર્બિટર હજુ પણ ચન્દ્રની કક્ષામાં ચક્કર લગાવે છે. દેશભરમાથી ઇસરોના વૈજ્ઞાનિકોને જુસ્સો વધારી દેવા માટે સંદેશા મોકલવામાં આવી રહ્યા છે.
આ મિશનના સુત્રધાર ગણતા અને ઇસરોના વડા કે સિવનની ચર્ચા દુનિયા કરી રહી છે. તેમની કટિબદ્ધતા અને તેમની સમર્પણ ભાવનાની તમામ જગ્યાએ પ્રશંસા થઇ રહી છે. સિવન એ વખતે ભાવનાશીલ બની ગયા હતા જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનુ જાશ વધારે તેનુ ભાષણ પૂર્ણ કરીને જઇ રહ્યા હતા. એ વખતે ઇસરોના ચેરમેન સિવન વડાપ્રધાનને ભેંટીને અત્યંત રડી પડ્યા હતા. વડાપ્રધાને તેમને ખાસ્સીદાર સુધી સાત્વના આપી હતી. સિવન છેક સુધી મોદીને મુકવા માટે ગયા હતા. સિવનની કુશતાની નોંધ સમગ્ર દુનિયા લઇ રહી છે. એક ખેડુત પરિવારથી દેશની સૌથી મોટી સ્પેસ એજન્સીના ચીફ બનવા સુધીની તેમની સફર પણ તમામ માટે પ્રેરણાસમાન છે. તેમનાથી બોધપાઠ લઇને તમામ યુવા પેઢી આગળ વધી શકે છે.
એક સમય એવો હતો જ્યારે તેમની પાસે પહેરવા માટે શુઝ પણ ન હતા. વર્ષ ૧૯૮૨માં ઇસરો જોઇન કરનાર સિવનનુ જીવન સંઘર્ષની વચ્ચે સફળતાની અતુટ કથા રજૂ કરે છે. જે તમામ માટે પ્રેરણા સમાન છે. તમિળનાડુના કન્યાકુમારી જિલ્લાના સરક્કલવિલઇ ગામના એક સામાન્ય ખેડુતના પુત્ર કૈલાસાવડિવુ સિવન આજે ભારતની સ્પેસ એજન્સી ઇસરોના ચેરમેન છે. તેમના નેતૃત્વમાં જ તાજેતરમાં જ ભારતે પોતાના મહત્વકાંક્ષી મિશન ચન્દ્રયાન-૨ને લોંચ કરવામાં સફળતા મેળવી હતી. સિવનનુ શરૂઆતી શિક્ષણ એક સરકારી સ્કુલમાં થયુ હતુ. જ્યા તમિળમાં અભ્યાસ કરવામાં આવે છે. નાગરકોઇલના એસટી હિન્દુ કોલેજમાંથી ગ્રેજુએશન થયા બાદ સિવને વર્ષ ૧૯૮૦માં મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)માંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ આઇઆઇએસીમાંથી વર્ષ ૧૯૮૨માં એન્જિનિયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી હતી. વર્ષ ૨૦૦૬માં સિવાને આઇઆઇટી બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી.
ખુબ ઓછા લોકોને આ બાબતની માહિતી છે કે સિવન પોતાના પરિવારમાં ગ્રેજુએટ થનાર પ્રથમ વ્યક્તિ છે. તેમના ભાઇ અને બે બહેનો ગરીબીના કારણે અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી. સિવાને પોતે કહ્યુ છે કે જ્યારે તેઓ કોલેજમાં હતા ત્યારે તેઓ પોતે ખેતીમાં પિતાની મદદ કરતા હતા. આ જ કારણસર તેઓએ નજીકની કોલેજમાં પ્રવેશ લીધો હતો. જ્યારે તેઓએ બીએસસીમાં ૧૦૦ ટકા નંબરો મેળવ્યા ત્યારે તેઓએ તેમની વિચારધારા બદલી નાંખી હતી. સિવાન કહે છે કે બાવપણમાં તેમની પાસે શુઝ ન હતા અને સેન્ડલ પણ ન હતા. તેઓ શુઝ વગર જ ફરતા હતા. પોતાના વ†ોના સંબંધમાં સિવાન કહે છે કે તેઓ કોલેજમાં ધોતી પહેરતા હતા. તેઓએ પ્રથમ વખત પેન્ટ એ વખતે પહેરી હતી જ્યારે એમઆઇટીમાં પ્રવેશ લેવા માટે પહોંચ્યા હતા. સિવાને વર્ષ ૧૯૮૨માં ઇસરોમાં સામેલ થયા બાદ એક પછી એક સિદ્ધી મેળવી લેવાની શરૂઆત કરી હતી.ઇસરોના ચેરમેન બનતા પહેલા જાન્યુઆરી ૨૦૧૮ સુધી વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર તરીકે હતા. ક્રાયોજેનિક એન્જિન , પીએસએલવી, જીએસએલવી અને આરએલવી પ્રોગ્રામના કારણે તેમના યોગદાનના કારણે તેમને ઇસરોના રોકેટમેન તરીકે પણ કહેવામાં આવે છે.
સિવાનને તમિળમાં ક્લાસીકલ ગીત સાંભળવાનુ પસંદ છે. તેમની ફેવરીટ ફિલ્મ તરીકે સુપરસ્ટાર રાજેશ ખન્નાની આરાધના છે. ખાલી સમયમાં તેઓ ખેતીમાં મદદ કરતા હતા. જ્યારે તેઓ વીએસએસસીના ડિરેક્ટર તરીકે હતા ત્યારે તિરુવનંતપુરમમાં પોતાના ગાર્ડનમાં ગુલાબની અનેક જાતિના છોડ લગાવ્યા હતા. હવે બેંગલોરમાં તેમને સમય મળતો નથી. સિવાનની સમગ્ર લાઇફ તમામ માટે એક પ્રકારથી પ્રેરણા સમાન છે. તેમના નેતૃત્વમાં ઇસરોએ અનેક સિદ્ધી મેળવી છે.