કે-પોપ સ્ટાર જેક્સન વાંગનેનો દિશા પટણી સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

દરેક ભારતીયના મનમાં વિદેશી લોકો માટે હરહંમેશ હરખતું સૂત્ર ‘પધારો મ્હારે દેશ’ છે. આ બોલિવૂડની અભિનેત્રી દિશા પટણીએ પણ અતિથી દેશો ભવઃની ભાવનાને સારી રીતે આગળ વધારી છે. હોંગકોંગના પ્રખ્યાત રેપર અને પોપ સ્ટાર સિંગર જેક્સન વાંગ ભારત આવ્યા છે. ગત સપ્તાહે તેમણે લોલાપાલૂઝા ઈન્ડિયા ગ્લોબલ મ્યુઝિક ફેસ્ટિવલમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જેક્સને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈ મુલાકાતની ઘણી તસવીરો અને વિડીયો શેર કર્યા છે. હૃતિક રોશન અને તેના પરિવારે K-pop સ્ટાર જેક્સન મુંબઈ આવતા તેની સાથે ઘરે પાર્ટી કરી મોજ માણી હતી. હવે દિશા પટણી અને જેક્સન વાંગની મુંબઈની મુલાકાતનો વિડીયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. કે-પૉપ સ્ટાર અને સિંગર જેક્સન વાંગ સાથે દિશા પટાનીએ મુંબઈ દર્શન કરાવતી વખતે તેના ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો હતો. પોતાની એક્ટીંગ અને હોટનેસના કારણે જાણીતી અભિનેત્રીનું આ વર્તન જોઇને સૌ કોઇ હેરાન છે.

પહેલો વિડીયો જેક્સનના કોન્સર્ટનો છે, જેમાં ભાગ લેવા દિશા પટણી પહોંચી હતી. અન્ય એક વીડિયોમાં દિશા પટણી જેક્સન સાથે મુંબઈ દર્શન માટે નીકળી હતી. આ વીડિયોમાં દિશા પટણીએ વ્હાઇટ ક્રોપ ટોપ જીન્સ પહેર્યું છે. જ્યારે જેક્સન વાંગ લૂઝ પેન્ટ અને કલરફુલ ટી-શર્ટમાં જોવા મળ્યો. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જેક્સન અને દિશા ખુલ્લા વેગનમાં બેસીને મુંબઈની સડકો પર મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. આ સિવાય અન્ય વિડીયોમાં જેક્સન વાંગ સાથે આવેલી અન્ય એક યુવતી સાથે વાત-ચીત કરતો જોવા મળે છે. અભિનેત્રી સાથે મુંબઇ દર્શન કરવા માટે નિકળેલા તેમના એક ચાહકે K-pop સ્ટાર જેક્સન વાંગનો આ વિડીયો પણ શેર કર્યો છે.

આ વિડીયોને શેર કરતા એક ફેને લખ્યું, ‘મને ગઈકાલે જ ખબર પડી કે દિશા પટણી કોણ છે. દિશા પટણી જેક્સનને જે રીતે મુંબઈ દર્શન કરાવી રહી છે તે મને ખરેખર ખૂબ ગમ્યુ. કે-પૉપ સ્ટાર જેક્સન વાંગે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો શેર કરતા લખ્યું કે, ‘હું હંમેશાથી ભારત આવવા માંગતો હતો અને ફાઇનલી હું અહીં આવી ગયો. તમારા બધા સાથે મારો આ એક અદ્ભુત અનુભવ રહ્યો છે. એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ મેં નવા મિત્રો બનાવ્યા અને એક નવી સંસ્કૃતિ જોઈ. જે મારા માટે સન્માનની વાત છે. મને અહીં આટલો પ્રેમ અને સન્માન આપવા બદલ બધા જ લોકોનો ખૂબ આભારી છું. મને આશા છે કે મને ફરીથી આવવાનો મોકો મળશે.

Share This Article