બેંગલોર : છેલ્લા ત્રણ વર્ષથી ભારતમાં ગુનાઓના પ્રમાણમાં ચિંતાજનક ચિત્ર સપાટી પર આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે ભારતમાં દરેક ચાર કલાકમાં એક કિશોર રેપના કેસમાં પકડાઇ જાય છે. આ આરોપમાં ઝડપાયેલા કિશોરોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે દરેક બે કલાકમાં એક કિશોર કોઇ મહિલાની સાથે છેડતી અને રેપના પ્રયાસના આરોપસર ઝડપાઇ જાય છે. આટલા જ ગાળામાં પાંચ કિશોર પર સંગીન આરોપો પણ મુકવામાં આવે છે.
કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે રેપના કેસમાં મોટી સંખ્યામાં કિશોર વયનાની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. દરેક બે કલાકમાં એક કિશોર આ રીતે ઝડપાય છે. ૧૬૨૭ કિશોરની ધરપકડ છેડતીના આરોપમાં કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં જ રેપ મામલે ઝડપાઇ ગયેલા કિશોરની સંખ્યા એક સમાન રહી છે. દરેક ચાર કલાકમાં રેપના મામલે એકની ધરપકડ કરવામાં આવી રહી છે.
પહેલી જાન્યુઆરી ૨૦૧૪થી લઇને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ સુધી રેપના આરોપમાં કુલ ૬૦૩૯ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. અલબત્ત મહિલાઓ સાથે છેડતીના મામલે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ૨૦૧૮માં વધારો થયો છે. દરેક બે કલાકમાં એકની ધરપકડ કરવામાં આવી રહી છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૪થી લઇને ૩૧મી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે કુલ ૪૯૯૭ મામલા દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં પણ યુવતિઓ અને મહિલાઓ સામે છેડતી અને રેપના કેસ વધ્યા છે.