ત્રાસવાદીઓ સામે જંગ તીવ્ર

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે હાલના વર્ષોમાં વધુ તીવ્ર બનાવીને તેમનો સફાયો કરવાની શરૂઆત કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે આના કારણે અમને નુકસાન પણ વધારે થયુ છે. જા કે સુરક્ષા જવાનો જારદાર કાર્યવાહીમાં લાગેલા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ઘટનાઓ વર્ષ ૨૦૧૪ બાદથી વર્ષ ૨૦૧૯ સુધી સતત વધી છે. વર્ષ ૨૦૧૩માં ૧૭૦ ત્રાસવાદી ઘટના બની હતી. જ્યારે આ સંખ્યા વર્ષ ૨૦૧૭માં વધીને બે ગણી થઇ ગઇ હતી. સંખ્યા વધીને ૩૪૨ સુધી પહોંચી ગઇ હબતી. આ ગાળા દરમિયાન શહીદ થયેલા જવાનોની સંખ્યા ૫૩થી વધીને ૮૦ ઉપર પહોંચી ગઇ હતી. વર્ષ ૨૦૧૮માં પણ મોટી સંખ્યામાં જવાનો શહીદ થયા હતા. આવી જ રીતે વર્ષ ૨૦૧૯માં પ્રમાણમાં વધારે જવાન શહીદ થયા છે. એકલા ફેબ્રુઆરી મહિનામાં ૫૦થી વધારે જવાન શહીદ થયા છે. માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા પણ હવે વધીને ૪૦થી વધારે થઇ ગઇ છે. ચોકક્સ પણે માર્યા ગયેલા જવાનોની સંખ્યા વધી છે પરંતુ ત્રાસવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે.

ત્રાસવાદી સંગઠનોની કમર તોડી નાંખવામાં આવી છે. તમામ ત્રાસવાદીઓ હવે પોતાના અÂસ્તત્વની લડાઇ લડી રહ્યા છે. ત્રાસવાદીઓને શોધી શોધીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતીમાં નુકસાન પણ થયુ છે. જા કે હમેંશા માટે શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે હાલમાં પુલવામાં  ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યોહતો. જેમાં ૪૦ જવાન શહીદ થયાહતા. જેશે મોહમ્મદ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.    તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ  દેશભરમાં લોકોમાં પહેલાથી  આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે  ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.

ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા.

Share This Article