પાકિસ્તાનમાં ઘુસી જઇને ભારતીય હવાઇ દળે કેટલાક ત્રાસવાદી અડ્ડાઓ પર બોંબ ઝીંકીને તેમનો સફાયો કર્યાના એક દિવસ બાદ પાકિસ્તાને ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવાના બદલે ભારતમાં પોતાના યુદ્ધ વિમાનો મોકલીને ભારતના સૈન્ય સ્થળો પર હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. અલબત્ત તેમાં તેને સફળતા હાથ લાગી ન હતી. તેના એક વિમાનને તોડી પાડવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનના દુસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
જેથી કોઇની ઇચ્છા ન હોવા છતાં હવે યુદ્ધ જેવી સ્થિતી સર્જાઇ ગઇ છે. તમામ લોકો જાણે છે કે બુધવારના દિવસે નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની યુદ્ધ વિમાનોએ ભારતના હવાઇ ક્ષેત્રમાં ઘુસણખોરી કરી હતી. ભારતીય હવાઇ દળે જ્યારે યોગ્ય જવાબ આપ્યો અને જમીન પરથી પણ જોરદાર કાર્યવાહી કરવામાં આવી ત્યારે પાકિસ્તાની એફ-૧૬ વિમાનોને પરત ફરવાની ફરજ પડી હતી. પાકિસ્તાનનુ તોડી પાડવામાં આવેલુ વિમાન મળી આવ્યુ છે. આ કાર્યવાહી દરમિયાન એક ભારતીય વિમાન ક્રેશ થયુ હતુ. જેમાં પાયલોટ લાપતા થયો હતો. આ પાયલોટ હાલમાં પાકિસ્તાનના કબજામાં છે. પાકિસ્તાને શરૂઆતમાં બે ભારતીય વિમાન તોડી પાડ્યાનો દાવો કર્યો હતો. ત્યારબાદ ભુલ સુધારીને એક પાયલોટ તેના સકંજામાં હોવાની વાત કરી હતી. હવે આ પાયલોટને પરત સોંપવાની વાત ભારત દ્વારા કરવામાં આવી રહી છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ત્યારબાદ નેશનલ કમાન્ડ ઓથોરિટીની બેઠક પણ બોલાવી લીધી હતી. પાકિસ્તાન પરમાણુ બોંબનો ઉપયોગ કરી શકે છે તેવા ભય ફેલાવવાના હેતુથી આ બેઠક બોલાવવામાં આવી હતી. ભારતની શક્તિ સામે પાકિસ્તાન કોઇ પણ જગ્યા ટકતુ નથી.
આવી સ્થિતીમાં પાકિસ્તાને જુદી જુદ રણનિતી પર કામ શરૂ કર્યુ છે. ખાસ કરીને ત્રાસવાદીઓનો ઉપયોગ કરીને વર્ષોથી ભારતને હેરાન કરવાના પ્રયાસ પાકિસ્તાને કર્યા છે. આ વખતે તેની હાલત વધારે ખરાબ દેખાઇ રહી છે. સૌથી પહેલા તો પાકિસ્તાનમાં ઘુસીને ભારતે ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી માર્યા છે. જ્યારે બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાનને અગ પાડી દેવામાં સફળતા મળી છે. દુનિયાના દેશો પાકિસ્તાનને ત્રાસવાદી કેમ્પો સામે કાર્યવાહી કરવા માટે કહી રહ્યા છે. ભારતે તેની સાથે તમામ સંબંધો તોડી લીધા છે. પાકિસ્તાન સામે જારદાર કાર્યવાહી હાલમાં રાજદ્ધારી અને યુદ્ધ મોરચે કરવામાં આવી રહી છે. કેટલાક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ યુદ્ધની સ્થિતી હવે ટળે તે જરૂરી છે. કારણ કે યુદ્ધ થવાની સ્થિતીમાં તેને કઇ રીતે રોકવામાં આવે તે માટે કોઇ પગલા વિચારી લેવામાં આવ્યા નથી. દુનિયાના દેશો પણ આ પ્રકારની તંગદીલીને ટાળવા માટે વહેલી તકે આગળ આવે તે જરૂરી છે. ત્રાસવાદીઓને બોધપાઠ ભણાવી દેવામાં આવે તે જરૂરી છે. ત્રાસવાદીઓના ખાતમા માટે પાકિસ્તાન પર વિશ્વના દેશો દબાણ લાવીને આગળ વધે તે જરૂરી છે. કટ્ટરપંથીઓ અને ત્રાસવાદી લીડરોનો સફાયો જરૂરી બની રહ્યો છે. વિશ્વના દેશો સાથે આવે તે જરૂરી છે. ભારતની સાથે દુનિયાના દેશો હાલમાં ઉભેલા દેખાય છે.