મોંઘવારી પર બ્રેક મુકવામાં સફળતા મળી હોવાનો દાવો સરકાર કરતી રહે છે. સાથે સાથે આ બાબત પણ સ્વીકારી શકાય છે કે આ વખતે હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંંટણીમાં મોંઘવારીનો મુદ્દો જોરદાર રીતે ચમક્યો ન હતો. જો કે તમામ લોકો આ બાબતને સ્વીકાર કરે છે કે હજુ પણ સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન છે. ખાસ કરીને જીવન જરૂરી ચીજોના ભાવ તો હજુ આસમાને છે. આવી સ્થિતીમાં બાવ વધારાને અંકુશમાં લેવા માટે વિવિધ પગલા જરૂરી છે. મોદી સરકાર તેની બીજી અવધિમાં આ મુદ્દાને કઇ રીતે હાથ ધરે છે તે બાબત પર તમામ લોકોની નજર રહેનાર છે. ગ્લોબલ માર્કેટમાં ક્રડ ઓઇલની કિંમત આ વર્ષે ૨૦ ટકા સુધી વધી ગઇ છે. મેમાં તો ક્રુડ ઓઇલની કિંમત ૮૦ ડોલરથી પણ ઉપર પહોંચી ગઇ હતી. જે વર્ષ ૨૦૧૪ બાદથી તેની સૌથી ઉંચી કિંમત છે. આ તમામના કારણે કેન્દ્ર સરકારના આયાત બિલમાં ઉલ્લેખનીય વધારો થયોછે.
ડોલરની સામે રૂપિયાની સ્થિતી હાલમાં નબળી દેખાઇ રહી છે. હવામાન વિભાગે કેટલાક ક્ષેત્રોમાં ઓછા અને વધારે વરસાદની વાત કરી છે. મોનસુનની પેટન્ટ અસંતુલિત રહેવાની બાબત રજૂ કરી છે. હજુ સુધી દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થયો છે. જુલાઇ મહિનામાં મોનસુનની ચાલ કમજાર રહેવાની શક્યતા છે. જેના કારણે ખરીફના આધાર પર મોંઘવારી રોકાઇ જાય તેવી સંભાવના નહીંવત છે. સરકારે એમસીપી વધારી ખેડુતોને ચોક્કસપણે રાહત આપી છે. તેમને પ્રોત્સાહન આપવાના પ્રયાસ કર્યા છે. પરંતુ પરિણામ દેખાવવામાં હજુ સમય લાગી શકે છે. વ્યાજ દરમાં હાલમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં હોમ લોન, કાર લોનપર્સનલ લોનના ઇએમઆઇ વધવાથી વેચાણના આંકડા ચોક્કસપણે નીચે જશે. બેકિંગ સેક્ટરના કેટલાક નિષ્ણાત લોકો કહે છે કે લોન લેવાની ગતિ ધીમી છે. આવી સ્થિતીમાં બેંકોનુ ધ્યાન લોન લેવા કરતા બિઝનેસ પર વધારે રહે તે જરૂરી છે.
માર્કેટમાં કન્ઝ્યુમર ડ્યરેબલ્સની ચીજોનુ વેચાણ ઘટી શકે છે. સ્થિતિમાં કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવતા હોમલોન, ઓટો લોન સહિત તમામ લોન હાલના સમયમાં મોંઘી બની ગઇ છે. બેંકો તરફથી માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણદરમાં વધારો કરવામાં આવી શકે છે. કહેવાનો મતલબ એ છે કે, બેંકો પણ લોનના દરોમાં ફેરફારો કરી શકે છે. વ્યાજ દરમાં હાલમાં ઘટાડો કરવામા આવ્યો હોવા છતાં હજુ દર ઉંચો છે. બેંક લોન લેવા ઇચ્છુક લોકોને ફટકો પડ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છુટછાટને અમલી કરવામાં આવી નથી. આવકના આધાર પર સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ છે. જે લોકોએ પહેલાથી જ લોન લીધેલી છે તેમના ઈએમઆઈ ઉપર પણ આની અસર થશે. રેટની સરખામણીમાં અન્ય બેંકો પણ સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. રેપોરેટ એ દર છે જે રેટમાં રિઝર્વ બેંક બેંકોને નાણા આપે છે. રેપોરેટમાં વધારો લોન લેનાર ઉપર સીધીરીતે અસર કરે છે. કારણ કે, બેંકો લોન ઉપર વ્યાજદરમાં વધારો કરી શકે છે