જુનાગઢના પૂર્વ મેયરનું અકસ્માતમાં મૃત્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને જુનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હિરપરાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ ડેરવણ ચોકડી પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં જીતુભાઇ હિરપરાનું મૃત્યુ થયું હતુ અને તેમની પત્નીને હાલ સારવારમાં છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢના પૂર્વ મેયર જીતુભાઇ હીરપરાના માર્ગ અકસ્માતમાં થયેલા દુઃખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

વિજયભાઇએ જીતુભાઇ હીરપરાના નિધનથી પક્ષે એક સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે એમ પણ જીતુભાઇને શોકાંજલી પાઠવતા જણાવ્યું છે.

Share This Article