જ્યુસ પીવાની સલાહ તો તમામ તબીબો અને નિષ્ણાંતો આપે છે પરંતુ તમામ લોકોને આ અંગે માહિતી નથી કે જ્યુસ પીવાથી કેટલાક જરૂરી પોષક તત્વો મળતા નથી. ગરમીમાં વધારે તરસ લાગે છે. થાક પણ વધારે લાગે છે. આવી સ્થિતીમાં પાણી અથવા તો જ્યુસ પીવા અથવા તો પ્રવાહી ચીજવસ્તુઓ લેવા માટેની સલાહ આપવામાં આવે છે. આના કારણે શરીરમાં પ્રવાહી સ્થિતી બની રહે છે. જ્યુસ આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે. પરંતુ કેટલાક પોષક તત્વો બહાર નિકળી જાય છે. ફળ, શાકભાજીના નિયમિત જ્યુસ લેવાની સ્થિતીમાં પાચનતંત્ર પણ સુસ્ત બની જાય છે.
ગ્લુકોજની પ્રમાણ વધારે પ્રમાણમાં આવવાના કારણે સ્થુળતા વધવા લાગી જાય છે. બ્લડશુગર પણ વધવા લાગી જાય છે. જેના કારણે ડાયાબિટીસના રોગીને નુકસાન થાય છે. ખુબ ઓછા લોકોને આ અંગેની પણ માહિતી છે કે કેટલાક ફળની છાળમાં ફાઇટો ન્યુટ્રીશન હોય છે. જે જ્યુસમાં મળી શકતા નથી. જાણકાર લોકો કહે છે કે એક સ્વસ્થ વ્યક્તિ ૧૦૦-૧૫૦ મિલી જ્યુસ પી શકે છે. મોટા ભાગના ફળ, શાકભાજી અને અનાજમાં ફાઇબર્સ હોય છે. ફળ અને શાકભાજીને જ્યુસ તરીકે લેવાથી ફાઇબર્સ બહાર રહી જાય છે. જે પાચન માટે યોગ્ય નથી. જ્યારે અમે ફળના રસનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ફ્રકટોજ ઝડપથી લોહીમાં ભળી જાય છે.
કિડનીના દર્દીઓને જ્યુસ લેવાનુ ટાળવાની સલાહ નિષ્ણાંત તબીબો આપે છે. તાજેતરમાં જ કરવામાં આવેલાં નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજો ખાવાથી હાર્ટ સાથે સંબંધિત રોગોથી મૃત્યુ થવાની સંભાવના ઘટી જાય છે. કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ (સીવીડી)થી મોતની ટકાવારીમાં આનાં લીધે ઘટાડો થાય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આરોગ્યપ્રદ ચીજ-વસ્તુઓ અથવા તો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવેતો સીવીડીથી મોતનો દર ઘટીને અડધો થઈ જાય છે. ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયકોલોજીનાં પ્રોફેસર સિમોન કેપવેલે કહ્યું છે કે, બિનઆરોગ્યપ્રદ ખાવાની ટેવ હમેંશા ખતરનાક સાબિત થાય છે. આનાં લીધે રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થાય છે. યુનિવર્સિટી ઓફ લિવરપુલ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પોષક તત્વો વગરના ભોજનથી સીવીડીનો ખતરો વધે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધારે પ્રમાણમાં ફળફળાદિ, શાકભાજી ખાવાથી બિમારી દૂર થાય છે. આ અભ્યાસનાં તારણો બ્રિટિશ મેડિકલ જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ફળફળાદી, શાકભાજી વધારે પ્રમાણમાં ખાનાર વ્યક્તિમાં વૈશ્વિક સ્તરે સીવીડીથી મોતનો આંકડો ૨.૬ મિલિયન જેટલો ઘટી જાય છે. કોઇ પણ પ્રકારની બિમારીમાં મોટા ભાગના તબીબો જ્યુસ લેવાની સલાહ આપે છે. કારણ કે તેમાં પુરતા પ્રમાણમાં પોષક તત્વો રહેલા છે. પરંતુ કેટલાક પ્રકારના ફ્રુટમાં પોષક તત્વો રહી જાય છે. આવી સ્થિતીમાં આ ફળફળાદીના રસનો ઉપયોગ કરવાથી પણ કોઇ ફાયદો થતો નથી. જરૂરી ફાઇબર્સ બહાર રહી જવાના કારણે નુકસાન થાય છે. કેટલાક ફળ પૂર્ણ રીતે ખાવાથી વધારે ફાયદો થાય છે. કારણ કે તેમાં તમામ પોષક તત્વ હોય છે.