જુગ જુગ જિયો ફિલ્મ રિલીઝ પહેલાં જ વિવાદોમાં આવી ગઈ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘જુગ જુગ જિયો’નું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે જેમાં કોમેડી પણ ઉમેરવામાં આવી છે. જુગ જુગ જિયો ફિલ્મના ૨ મિનિટ ૫૬ સેકન્ડના આ ટ્રેલરમાં એક પરિવારના અનેક રંગો જાેવા મળે છે. આ ફિલ્મમાં પરિણીત કપલનું જીવન અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે દર્શાવામાં આવ્યું છે. ફિલ્મમાં કિયારા અને વરુણને પતિ-પત્નીના પાત્રમાં બતાવવામાં આવ્યા છે, જે લગ્નના થોડા સમય પછી એકબીજાથી છૂટાછેડા લેવા માગે છે.

પરંતુ વરુણ આ વાત તેના માતા-પિતા અનિલ અને નીતુને કહી શકતો નથી.વરુણ ધવન અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ જુગ જુગ જિયો રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે. ફિલ્મના એક ગીતને લઈને પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે આ ફિલ્મના નિર્માતા કરણ જાેહર અને તેમના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન પર નિશાન લગાવ્યું છે. અબરારે આરોપ લગાવતાં કહ્યું કે, કરણ જાેહરે આ ફિલ્મમાં મારું ગીત ‘નચ પંજાબન’ ચોરી કરી લીધું છે જે ફિલ્મના ટ્રેલમાં બતાવામાં આવ્યું છે.

પાકિસ્તાની સિંગરે આપેલા આ નિવેદન બાદ કરણ જાેહરની જુગ જુગ જિયો વિવાદોમાં ધેરાતી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં વરુણ અને કિયારા સાથે અનિલ કપૂર અને નિતુ કપૂર પણ લીડ રોલમાં છે. ગઈકાલે ૨૨ મેના રોજ ફિલ્મ જુગ જુગ જિયોના ટ્રેલર રિલીઝ બાદ અબરાર ઉલ હકે પોતાના ઓફિશીયલ ટિ્‌વટર હેંડલથી એક ટ્‌વીટ કરીને આ જાણકારી આપી હતી કે, “આ ફિલ્મના ટ્રેલરમાં મેં ‘નચ પંજાબન’ ગીતની જલક જાેઈ છે જેને લઈને હું જણાવવા માંગુ છુ કે, મેં આ ગીત કોઈ પણ હિંદી ફિલ્મને નથી વેચ્યું.

જેથી મારી પાસે કાનુની હક છે જેના આધારે હું કોર્ટમાં એક્શન લેવા માટે તૈયાર છું. કરણ જાેહરે આ રીતે મારું ગીત કોપી ના કરવું જાેઈએ.” આ સિવાય અબરારે એ દાવો કર્યો કે, આ મારું છઠ્ઠું ગીત છે જે આ રીતે કોપી કરવામાં આવ્યું છે. જેની મંજૂરી બિલકુલ નહી મળે. જાે કોઈ એમ કહે છે કે તેની પાસે ‘નચ પંજાબન’ ગીતનું લાયસન્સ છે તો તેની સામે હું કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયાર છું.

Share This Article