અમદાવાદ– : ભારતની અગ્રણી સ્ટીલ કંપની અને જેએસડબલ્યુ ગ્રૂપની ૧૪ બિલિયન અમેરિકન ડોલરનો બિઝનેસ કરતી જેએસડબલ્યુ સ્ટીલ આજે જેએસડબલ્યુ પ્લેટિના સાથે પેકેજિંગ ઉદ્યોગમાં પ્રીમિયમ ટિનપ્લેટ રજૂ કરી રહી છે. જેએસડબલ્યુ પ્લેટિનાની રજૂઆતથી જેએસડબલ્યુ સ્ટીલન ભારતના ઉભરતા પેકેજિંગ ઉદ્યોગની ટિનપ્લેટના ઉત્પાદકો પૂરા પાડવા સક્ષમ બનાવશે. ભારત એવા દેશમાં સામેલ છે જે ૨૦૨૨ સુધી પ્લાસ્ટિગના ઉપયોગને દૂર કરવા માટે કટિબદ્ધ છે. જેએસડબલ્યુ પ્લેટિના ભવિષ્યમાં સૌથી ટકાઉ પેકેજિંગ મટિરિયલ પૂરૂ પાડવાની મહત્વની તક પૂરી પાડે છે.
જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડના કોમર્શિયલ, માર્કેટિંગ અને સ્ટ્રેટેજી ડાયરેક્ટર શ્રી જયંત આચાર્યએ જેએસડબલ્યુ પ્લેટિનાની રજૂઆતના પ્રસંગે જણાવ્યું હતું કે, “જેએસડબલ્યુ સ્ટીલ પ્રથમ એવી સ્ટીલ કંપની બની છે જે ભારતમાં ટિનપ્લેટ ઉત્પાદન બનાવવા માટે સતત અત્યાધુનિક ટેકનોલોજી રજૂ કરે છે. આ ટેકનોલોજી પેકેજિંગ માટે વિશ્વની શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતી ટિન પ્લેટ પૂરી પાડશે. તારાપુર ખાતે આવેલા યુનિટમાં અમે વર્તમાન ટિનપ્લેટ બનાવવામાં ૧,૦૦૦ કરોડનું રોકાણ કરવાની નજીક છે, તેની સાથે તે જેએસડબલ્યુ પ્લેટિનાને ભારતમાં લાંબા ગાળા માટે પેકેજિંગ માટે નવો વિકલ્પ પૂરો પાડવાની તક પણ આપશે.
હાઈજિનિક અને ઈકો-ફ્રેન્ડલી પેકેજિંગ ઉત્પાદન તરીકે જેએસડબલ્યુ પ્લેટિના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરશે કેમ કે ભારત આગામી થોડા વર્ષોમાં સિંગલ્સ યુઝ પ્લાસ્ટિક્સને દૂર કરીને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો કરવા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત જેએસડબ્લુ પેકેજિંગ ઉદ્યોગને અત્યંત મજબૂત ટિનપ્લેટ પૂરી પાડીને મેડ ઈન ઈન્ડિયાનો વિકલ્પ પૂરો પાડી રહ્યું છે. અમારા અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલા ઉત્પાદનો ફોરેન ઉત્પાદનકારોને વિદેશમાંથી આયાત દરમિયાન લાગતા ફોરેન એક્સેચન્જના ભારણને ઘટાડવામાં મદદ કરશે.”
જેએસડબલ્યુ સ્ટીલ કોટેડ પ્રોડક્ટ્સના સીઈઓ શ્રી અમિત અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, “અમારી કન્ટીન્યુઅસ એનિએલિંગ લાઈન પ્રોસેસ ગેજ અને ટિનપ્લેટની મજબૂતીના રૂપમાં અત્યંત ઉચ્ચ એકરૂપતાની ખાતરી આપે છે. જેએસડબલ્યુ પ્લેટિનાએ કન્ટિન્યુઅસ એનિએલ્ડ ટિનપ્લેટ ઉત્પાદન છે જે અમારા ગ્રાહકોને ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા સુધી પહોંચાડવામાં મદદ કરશે જે તેમના વ્યવસાયની ક્ષમતા અને નફાને વધારવામાં પણ મદદ કરશે. અત્યાધુનિક ટેકનોલોજીના કારણે જેએસડબલ્યુ પ્લેટિનાનું ઉત્પાદન ઓછા સમયમાં થતું હોવાના કારણે જેએસડબલ્યુ પ્લેટિના અમારા ગ્રાહકોને ઝડપથી ડિલિવરી પૂરી પાડશે.”
જેએસડબલ્યુ સ્ટીલ હાલમાં ૩.૫ લાખ મેટ્રિક ટન ટિનપ્લેટની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ધરાવે છે જેમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, જેમાંથી એક લાખ મેટ્રિક ટન જેવી (જેએસડબલ્યુ વલ્લભ પ્લેટ) અને ૨.૫ લાખ મેટ્રિક ટન તેના મહારાષ્ટ્રના તારાપુર ખાતે નવા સ્થપાયેલા ટિનપ્લેટ પ્લાન્ટમાં ઉત્પાદન કરે છે. જેએસડબલ્યુ પ્લેટિના ટકાઉ પેકેજિંક મટિરિયલ પૂરો પાડવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે, જેએસડબલ્યુ સ્ટીલ તારાપુરમાં પોતાની ટિનપ્લેટની ક્ષમતા બેગણી વધારીને પાંચ લાખ મેટ્રિક ટન કરી રહ્યું છે.
જેએસડબલ્યુ પ્લેટિના પાસે ફૂડ અને નોન-ફૂડ કેટેગરીમાં પેકેજિંગની વિવિધ વેરાઈટી છે. તે ટિનપ્લેટ અથવા ટિન ફ્રી સ્ટીલ (ટીએફએસ) બંને કેટેગરીમાં સિંગલ રિડ્યુસ (એસઆર) અને ડબલ રિડ્યુસ (ડીઆર) વેરાઈટીમાં ઉપલબ્ધ છે. ડબલ રીડ્યુસ (ડીઆર) ઉત્પાદન સિંગલ રિડ્યુસટ ટિનપ્લેટ કરતા સામાન્ય રીતે પાતળુ, મજબૂત અને ચળકાટ ધરાવતું હોય છે અને પ્રત્યેક ટનમાં વધારે કેન્સ પૂરા પાડે છે. અલગ-અલગ કેટેગરીની જેએસડબલ્યુ પ્લેટિના માટે તેના બેશ મટિરિયલ માટે અલગ-અલગ ડિગ્રીની મજબૂતી જરૂરી હોય છે, પૂરતી મજબૂતી પોલાદને તપાવીને ધીમેથી ઠંડુ પાડવાની અને ટેમ્પર રોલિંગ મિલ/ડબલ કોલ્ડ રોલિંગ મિલ દ્વારા મજબૂતી પૂરી પાડીને આંતરરાષ્ટ્રીય માપદંડો આધારે બનાવવામાં આવે છે. જેએસડબલ્યુ પ્લેટિના વિવિધ કેટેગરી ધરાવે છે જે ખાદ્ય પદાર્થો માટેના કેન્સ, જ્યૂસ, કોફી કેન્સ, ખાદ્યતેલ, ઘી અને વનસ્પતિથી લઈને બેટરી, એરોસોલ કેન્સ અને અન્ય ઘણી વસ્તુઓના પેકેજિંગ માટેની વિશાળ રેન્જ ધરાવે છે.