વડોદરા : જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 12મી આવૃત્તિમાં તેના 3,500 કર્મચારીઓની ભાગીદારી સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે, જે 2 ફેબ્રુઆરી, 2025ના રોજ રવિવારના રોજ યોજાઇ હતી.
12મી આવૃત્તિએ ‘સસ્ટેનેબિલિટી’ની કોર થીમ સાથે વિકસિત ભારત અભિયાનના વિઝનને વધુ મજબૂત બનાવ્યું. આ કાર્યક્રમને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને વડોદરા મેરેથોનના સફળત્તમ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલને પ્રદર્શિત કર્યું હતું. મેરેથોનમાં વિશ્વભરના અને વિવિધ ક્ષેત્રોના દોડવીરોએ ભાગ લઈ રહ્યાં હોવાથી આ મેરેથોન સાચા અર્થમાં એર સમાવિષ્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ બની ગઇ હતી.
જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર બીજુ બાલેન્દ્રને જણાવ્યું, “આ મેરેથોનમાં અમારા કર્મચારીઓની નોંધનીય ભાગીદારી વ્યક્તિગત સ્વાસ્થ્ય અને પર્યાવરણીય ચેતના બંને પ્રત્યેના તેમના સમર્પણનો પુરાવો છે. પર્યાવરણ અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપીને અને હરિત જીવનશૈલી અપનાવવામાં આપણા સમુદાયને ટેકો આપીને, અમે 2029 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી પ્રાપ્ત કરવાના અમારા લક્ષ્ય તરફ અર્થપૂર્ણ પગલાં લઈ રહ્યા છીએ.”
જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાની સ્પોર્ટ્સ અને સસ્ટેનેબેલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતા તાજેતરમાં ત્યારે ઉજાગર થઈ જ્યારે તેણે પગલે નીરજ ચોપરા અને મનુ ભાકર સહિતના ભારતીય ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓને 2024 પેરિસ ઓલિમ્પિક્સમાં તેમના અસાધારણ પ્રદર્શન બદલ 25 વિન્ડસર ઇવીથી સન્માનિત કર્યા. શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની સભાનતાની આ જ ભાવના કંપનીને વડોદરા મેરેથોનમાં મોટા પાયે ભાગીદારી માટે પ્રેરિત કરે છે.