‘માત્ર યાત્રા કરવાથી કામ નહીં ચાલે, કોંગ્રેસે વોટ પણ મેળવવા પડશે’ : પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે પ્રખ્યાત ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કહ્યું કે, માત્ર તેનાથી હેતુ પૂરો નહીં થશે. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસે લોકતંત્ર મજબૂત કરવું છે તો માત્ર યાત્રા કરવાથી કંઈ નહીં થાય કોંગ્રેસે વોટ પણ મેળવવા પડશે. તેમણે કહ્યું કે, દેશમાં સ્વસ્થ લોકતંત્રને પુનર્જીવિત કરવા કોંગ્રેસને મજબૂત કરવી જરૂરી છે. તેમણે કહ્યું તે માત્ર યાત્રા કરવાથી નહીં પરંતુ વોટ મેળવવાથી થશે. ગુહાએ પોતાના પુસ્તક ઈન્ડિયા આફ્ટર ગાંધીના ત્રીજા સંસ્કરણના વિમોટનના અવસર પર કહ્યું કે, સ્વસ્થ લોકતંત્ર જેમાં કોઈ એક પાર્ટી વિપક્ષને ન ચલાવે. જેમ કે, ભારતે ૧૯૭૦ના દાયકાના અંતથી ૨૦૧૪ સુધી જોયુ છે. પોતાની વાતને પુષ્ટ કરવા માટે ગુહાએ રહ્યું કે, અન્ય તમામ પાર્ટી વચ્ચે તે કોંગ્રેસ જ હતી જેણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૯૧ બેઠક પર ટક્કર આપી હતી. રામચંદ્ર ગુહાએ કહ્યું કે, કોંગેસના પ્રભાવને આપણે તેનાથી સમજી શકીએ કે, દેશના ૮થી ૧૨ રાજ્યોમાં તે પ્રથમ અથવા બીજા નંબરની પાર્ટી છે.

ગુહાએ કહ્યું કે, ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં પણ આવું જ થશે. તેમણે કહ્યું કે, જેડીયુ, આમ આદમી પાર્ટી, ડીએમકે અને ટીએમસી જેવી પાર્ટીઓ ભાજપના મુકાબલે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરાખંડ, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં નથી. ગુહાએ કહ્યું કે, ૨૦૧૯માં ૧૯૧ બેઠકો પર કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી જેમાંથી ૧૬ પર જ જીત મળી હતી. આ રીતે તેની સફળતાનો દર માત્ર ૮% જ હતો. જો તેને ગઠબંધન પક્ષોનું સમર્થન મળ્યું હોત તો કોંગ્રેસ જીતી શકી હોત. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈ ગુહાએ કહ્યું કે, માત્ર યાત્રા કરવાથી લક્ષ્ય પ્રાપ્ત નહીં થશે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટે વોટ પણ મેળવવા જરૂરી છે. રાહુલની ઈમેજને લઈને ગુહાએ કહ્યું કે, તેઓ ભલા માણસ છે પરંતુ એક સક્ષમ નેતાની ઈમેજ નથી બનાવી શક્યા.

Share This Article