આજના યુવાનોને રમતિયાળ, ફેશનેબલ અને કૂલજોશની ઉજવણી કરતાં આઈટીસીની લોકપ્રિય યુથ ફેશન એપરલ બ્રાન્ડ જોન પ્લેયર્સે આજે સ્ટોર્સમાં તેનું નવું ઓટમ વિંટર ’18 કલેકશન રજૂ કર્યું હતું. આ સીઝનમાં જોન પ્લેયર્સ તેની તાજેતરની બ્રાન્ડ કેમ્પેઈન બી યુનિક (Be Younique)ના વિસ્તાર તરીકે લાર્જર ધેન લાઈફ ઈમેજરી પ્રસ્તુત કરશે. આ કેમ્પેઈન પોતાની જાતમાં વિશ્વાસ રાખતા, પોતાના નવા પ્રવાહો સ્થાપિત કરતા અને પોતાના નિયમો અનુસાર ચાલતા આજના યુવાનો પાસેથી પ્રેરણા લે છે. મૂલ્ય અને એસ્થેટિક્સ પર કેન્દ્રિત બી યુનિક અજોડ એ નવું ઓથેન્ટિક છે તે બ્રાન્ડ ઈનસાઈટ આલેખિત કરી છે અને લોકોને સ્ટાઈલિંગની પોતાની ઘરઆંગણાની પદ્ધતિઓમાં વિશ્વાસ મહેસૂસ કરવા અને ટોળાથી અલગ તરી આવવા માટે પ્રોત્સાહન આપવા માટે છે.
જોન પ્લેયર્સનું ઓમ વિંટર ’18 કલેકશનની થીમ જંગલ ડાયરીઝ છે, જે પુરુષોના નિસર્ગ સાથે જોડાણને પુન:નિર્માણ કરવા પર કેન્દ્રિત છે. નવું કલેકશન આજના યુવા, આત્મ વિશ્વાસુ, શહેરી છોકરાઓ, જેઓ વાઈલ્ડ, સ્પિરિટેડ છે અને તેના વોર્ડ રોબ થકી પોતાને વ્યક્ત કરવામાં વિશ્વાસ રાખે છે તેમને માટે પરફેક્ટ છે. જોન પ્લેયર્સ રમતિયાળ બારીકાઈ હોય કે જંગલ પ્રેરિત મોટિફ્સ અને રિફાઈન્ડ એસ્થેટિક્સમાં યુવા પૂર્ણ શૈલીઓ હોય, તેવી ધારાનીધારમાં સંપૂર્ણ ફરક લાવે છે.
આ વિશે બોલતાં આઈટીસીના સીઈઓ વિકાસ ગુપ્તા (વિલ્સ લાઈફ સ્ટાઈલ અને જોન પ્લેયર્સ) કહે છે, જોન પ્લેયર્સ પોતે ચોક્કસ શું ચાહે છે તે જાણતા અને તેમની સ્લીવ્ઝ પર તેમનાં હૃદયને ધારણ કરવા માગતા આજના યુવાનોનો ધબકાર આલેખિત કરે છે. અમે સમકાલીન ફેશન એપરલ બ્રાન્ડ તરીકે આ ઈન્ડિવિજ્યુઆલિટીની કદર કરીએ છીએ અને માનીએ છીએ કે ક્લોધિંગ વ્યક્તિની પોતાની સ્વ- છબિનું પ્રતિબિંબ છે. અમારી ઓટમ વિંટર ’18 કલેકશન જંગલ ડાયરીઝ નિસર્ગ અને તેનાં તત્ત્વો પરથી પ્રેરણા લે છે. બ્રાન્ડની વિશ્વાસની કેળવણી કરતાં તે સ્વ- સિદ્ધિકારો, આત્મવિશ્વાસુઓ અને ગો- ગેટર્સનો સમાવેશ ધરાવતા આજના આકાંક્ષાત્મક યુવાનો સાથે સુમેળ સાથે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે. ક્ષણ જીવી ફેડ્સ અને પ્રવાહોની પાર નીકળતાં જંગલ ડાયરીઝ કલેકશન વ્યક્તિત્વ નિખારી લાવવા પર કેન્દ્રિત છે, કારણકે અમે માનીએ છીએ કે તમે જે પહેરો છો તે તમારા વિશે કહેવા માટે લાંબી વારતા ધરાવે છે.
આ સીઝનની ખૂબી કેઝયુઅલ અને ફોર્મલવેરની સ્ટાઈલિશ રેન્જ સાથે તમારું પોતાનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. ડાયરીઝ કલેકશન ક્લાસિક જંગલ અને ફોલિયેજ પ્રિંટ્સમાં લાગુ કરાતી અત્યાધુનિક, નૈસર્ગિક પેલેટ સાથે તેની સંપૂર્ણ અજોડતા અને વાઈલ્ડર નેસમાં નિસર્ગને આવકારે છે. કમ્ફર્ટ, કેઝયુઅલ સ્માર્ટ કલેકશનમાં યુટિલિટી પેન્ટ્સ, ચિનોઝ, ડેનિમ્સ, શર્ટસ અને ટી-શર્ટસની સર્વ અવસરો અને મૂડ માટે શ્રેણીનો સમાવેશ થાય છે. બ્રાન્ડ દરેક ગારમેન્ટને પોતાની અજોડ વારતા આપવા માટે ડિઝાઈન, બેસ્ટફિટ અને ફેબ્રિકની બારીકાઈમાં નાવીન્યતા સાથે એકત્રિત ગુણવત્તા અને સાતત્યતા ધરાવે છે.
જોન પ્લેયર્સના એડબ્લ્યુ ’18 કલેકશન માટે સીઝનની હાઈલાઈટ સ્ટેટમેન્ટ ડ્રેસિંગ માટે ખાસ તૈયાર કરવામાં આવેલાં ગારમેન્ટ્સની સ્ટાઈલિશ રેન્જ છે. તેમાં ટ્રેન્ડી વ્હાઈટ શર્ટસ, ડેનિમ્સ અને ચિનોઝનો સમાવેશ થાય છે, જે આજના યુવાનોની પાવર ડ્રેસિંગની ખૂબીઓઓ ફરકરતાં ડિઝાઈનિગ અને ફેબ્રિકમાં મુખ્ય તત્ત્વો છે. વ્હાઈટ શર્ટસની રેન્જ વિશેષ સ્ટે વ્હાઈટ ફિનિશ સાથે તૈયાર કરવામાં આવ્યા છે, જે 15 વોશીઝ સુધી સફેદી જાળવી રાખવામાં મદદ કરે છે. ચિનોઝ અને ડેનિમ્સ 20 વોશીઝ સુધી રંગ અકબંધ રહે તે માટે હાઈ આઈ ક્યુ, 4 વેસ્ટ્રેચ અને વધુ આરામ માટે નિટેડ ડેનિમ્સ, કમર આસપાસ બહેતર ફિટ માટે ફ્લેક્સી વેઈસ્ટ બેન્ડ અને ટક્ડ શર્ટને યથા સ્થાને રાખવા માટે વેઈસ્ટ બેન્ડ ગ્રિપર જેવી વિશિષ્ઠતાઓ સાથે કમ્ફર્ટ માટે પણ ઘડવામાં આવ્યાં છે.
ફેબ્રિકમાં નાજુક બારીકાઈ એડબ્લ્યુ ’18 કલેકશન થકી પ્રદર્શિત કરાશે. ઈનોવેટિવ એન્ટી- માઈક્રો બાયલ ફિનિશ ગારમેન્ટ્સમાં લાગુ કરવામાં આવી છે જેથી આખા દિવસ દરમિયાન ગારમેન્ટ્સના તાજગી પૂર્ણ રાખવા માટે જીવાણુ પેદા કરતી ગંધને ન્યુટ્રલાઈઝ રાખી શકાય. કૂલ ફીચર્સ, જેમકે, ઈઝી ટુ આયર્ન (ઈટીઆઈ) ફિનિશને લીધે જાળવણી ઓછી કરવી પડે છે અને સંકોચન ટાળવા માટે વિશેષ વોશ એપરલ્સ વધુ ટકે તેની ખાતરી રાખે છે.