એક્શન થ્રિલર ફિલ્મ અટેક (પાર્ટ ૧)  નયે હિન્દુસ્તાન કી નયી ફૌજના પ્રમોશન માટે જ્હોન અબ્રાહમ અમદાવાદની મુલાકાતે

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

 અટેક એ આગામી ભારતીય હિન્દી-ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે જેનું નિર્દેશન લક્ષ્ય રાજ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે, જેમણે સુમિત બથેજા અને વિશાલ કપૂર સાથે મળીને ફિલ્મ લખી છે, જે જ્હોન અબ્રાહમની વાર્તા પર આધારિત છે, જેઓ જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ સાથે ફિલ્મમાં અભિનય કરે છે. આ ફિલ્મ 1 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની છે.

અમદાવાદની મુલાકત દરમ્યાન જ્હોન અબ્રાહમ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, આ મારી એકશન થ્રિલર ફિલ્મ છે. મને ગુજરાત આવીને ખુબજ મજજા આવે છે. અમદાવાદમાં ખુબજ પોઝિટિવ એનર્જી છે.  અટેક હિન્દી-ભાષાની એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મ ના શૂટ દરમિયાન મેં ઘણા એકશન કર્યા હતા અને વાગ્યું પણ છે. 

Share This Article