જો બાઈડેને પોતે વ્હાઈટ હાઉસથી ઓપરેશન અંગે જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકાએ આતંક વિરુદ્ધ ઓપરેશનમાં મોટી સફળતા મેળવી અને કાબુલમાં ડ્રોન હુમલામાં અલ કાયદાનો ચીફ અયમાન અલ ઝવાહિરી માર્યો ગયો. ઝવાહિરીના મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતે વ્હાઈટ હાઉસથી સફળ ઓફરેશન અંગે જાહેરાત કરી અને જણાવ્યું કે CIA એ ડ્રોન સ્ટ્રાઈકમાં અલ ઝવાહિરીને માર્યો છે. અત્રે જણાવવાનું કે અલ ઝવાહિરીના તાર ૯/૧૧ હુમલા સાથે જોડાયેલા હતા.  અલ કાયદા ચીફ અલ ઝવાહિરી પોતાની એક ખાસ આદતના કારણે માર્યો ગયો. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે ઝવાહિરીને વારંવાર પોતાના ઘરની બાલ્કનીમાં આવવાની આદત હતી. જે તેને ભારે પડી ગઈ. બાલ્કનીમાં આવવાની આદતના કારણે અમેરિકી ગુપ્તચર એજન્સી CIA ના અધિકારીઓને ઝવાહિરી કાબુલમાં છૂપાયેલો છે તે ખબર પડી ગઈ અને તેમમે રિપર ડ્રોનથી હેલફાયર મિસાઈલ છોડીને ઝવાહિરીનું કામ તમામ કરી દીધુ.  એવું કહેવાય છે કે તાલિબાની ગૃહમંત્રી શિરાજુદ્દીન હક્કાનીએ અલ ઝવાહિરીને શરણ આપી હતી. આ મામલે હક્કાનીનો એક સંબધી કમાંડર પણ માર્યો ગયો હોવાના સમાચાર છે.

ઝવાહિરી સાથે તેનો પરિવાર પણ આ મકાનમાં રહેતો હતો.  આ ઓપરેશનની ખાસ વાત એ છે કે તેના માટે કોઈ પણ અમેરિકી સૈનિક અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હાજર નહતા. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે હુમલા દરમિયાન અમારો કોઈ પણ સૈનિક કાબુલમાં નહતો. રાષ્ટ્રપતિ જો બાઈડેનના આદેશ પર અમેરિકાએ ૩૧ જુલાઈના રોજ ડ્રોન દ્વારા સટિક હુમલો કર્યો અને અલ ઝવાહિરીને ઠાર કર્યો.  અમેરિકા દ્વારા કાબુલમાં કરાયેલા આ ઓપરેશનની તાલિબાને ટીકા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવ્યો છે. તાલિબાનના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે કાબુલના શેરપુર વિસ્તારમાં ૩૧ જુલાઈએ રાતે એર સ્ટ્રાઈક થઈ અને તપાસમાં ખબર પડી કે આ હુમલાને અમેરિકી ડ્રોન દ્વારા અંજામ અપાયો. આ સાથે જ તાલિબાને ડ્રોન એટેકની ટીકા કરતા તેને આંતરરાષ્ટ્રીય કાયદા અને દોહા સંધિનો ભંગ ગણાવ્યો.

Share This Article