નવી દિલ્હી : લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષો પોતપોતાની વ્યુહરચના તૈયાર કરી રહ્યા છે. દેશમાં અનેક હોટ સીટ પણ રહેલી છે. હોટ સીટની વાત કરવામા આવે તો આવી જ એક સીટ રાજસ્થાનની જોધપુર પણ છે. અહીંથી કેન્દ્રિય કૃષિ પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઇ છે. વર્ષ ૨૦૧૪માં જીત મેળવી ચુકેલા ગજેન્દ્ર સિંહ સામે આ વખતે કેટલાક નવા પડકારો રહેલા છે. વર્ષ ૨૦૧૪માં ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં આવેલા અને ત્યારબાદ કેન્દ્રિય રાજય પ્રઘાન બનાવવામા આવેલા ગજેન્દ્ર સિંહ શેખાવતની સામે આ વખતે મુખ્યપ્રધાન અશોક ગહેલોતના પુત્ર વૈભવને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જાતિય સમીકરણની વાત કરવામાં આવે તો આ સીટ પર રાજપુત સમુદાયની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. ૩.૨૫ લાખ રાજપુત રહેલા છે.
જ્યારે દલિતોની સંખ્યા ત્રણ લાખની આસપાસ છે. ૨.૫ લાખ મુસ્લિમો પણ છે. ૨.૨૫ લાખ ઓબીસી મતદારો રહેલા છે. ૨.૫૦ લાખથી લઇને ત્રણ લાખ સુધી અન્ય જાતિના લોકો છે. વર્તમાન રાજકીય સ્થિતીની વાત કરવામાં આવે તો શેખાવત મજબુત દેખાઇ રહ્યા છે. રોજગાર અને કાયદો તેમજ વ્યવસ્થાની સમસ્યા અહીંના મુદ્દા તરીકે છે. કેન્દ્ર સરકારના અનેક મોટા પ્રોજેક્ટ અહીં પાઇપલાઇનમાં રહેલા છે. તેમને આગળ વધારી દેવાની જરૂર છે. શેખાવત ટિકિટ મળતાની સાથે જ મેદાનમાં ઉતરી ગયા છે. બીજી બાજુ ગહેલોત કેટલીક સભા અહી કરી ચુક્યા છે. સૌથી મુશ્કેલીવાળી બાબત ભાજપ માટે એ છે કે આઠ વિધાનસભા ક્ષેત્ર પૈકી છ પર કોંગ્રેસના ધારાસભ્યો રહેલા છે. જેથી ભાજપને અહીં જીત મેળવી લેવા માટે ખુબ મહેનત કરવી પડશે. વેભવને ટિકિટ મળશે તો સ્પર્ધા જોરદાર રહી શકે છે.
ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો પોત પોતાની ગણતરીમાં લાગી ગયા છે. એકબીજાને પછડાટ આપવા માટેની વ્યુહરચના પણ તૈયાર કરવામા આવી રહી છે. દેશમાં કેટલીક હોટ લોકસભા સીટ પણ રહી છે.જોધપુરમાં મહિલા મતદારોની સંખ્યા ૯૧૮૯૪૦ રહી છે. આવી જ રીતે પુરૂષ મતદારોની સંખ્યા ૧૦૧૦૩૬૨ રહી છે. અહીં હિન્દી ભાષી લોકોની સંખ્યા ખુબ વધારે છે. ભારતીય જનતા પાર્ટીએ જોરદાર પ્રચાર કરીને તેમની સ્થિતી મજબુત કરી છે. ગજેન્દ્ર સિંહ જોધપુરમાં ભારે લોકપ્રિયતા ધરાવે છે. રાજપુત સમુદાયના લોકોમાં તેમની સારી પ્રતિષ્ઠા રહેલી છે. ગજેન્દ્ર સિંહ માને છે કે તેમની જીત નિશ્ચિત દેખાઇ રહી છે. જા કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થયા બાદ ભારતીય જનતા પાર્ટીને રાજસ્થાનમાં વદારે તકલીફ પડી શકે છે તેમ નિષ્ણાંતો માને છે.