નવી દિલ્હી, : આધુનિક સમયમાં નોકરીની સુરક્ષા મોટાભાગના કર્મચારીઓ માટે વધારે મહત્વ રાખતી નથી. આધુનિક સમયમાં સારા નાણાં, કેરિયર પ્રોફાઈલ અને અતિ ઝડપથી બઢતી અથવા પ્રમોશન કઈ રીતે મળે છે તેને વધારે મહત્વ મળવા લાગ્યું છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય લોકો હવે કાયમી નોકરી છોડીને વધુ સારા આકર્ષક કામ ચલાઉ રોલને વધારે મહત્વ આપી રહ્યા છે. ટૂંકમાં કામ ચલાઉ નોકરીમાં પૈસા વધારે હોય તો તેને મહત્વ આપતા થયા છે.
અગાઉના સમયમાં સરકારી નોકરીઓને વધારે મહત્વ અપાતું હતું. કારણ કે તેમાં નોકરીની સુરક્ષા રહેલી છે પરંતુ હવે યુવા ભારતીય કર્મચારીઓ જાબ સિક્યુરિટીને લઈને વધારે મહત્વ આપતા નથી. સારા કેરિયર પ્રોફાઇલ, નાણા અને ઓર્ગેનાઈઝીંગ બ્રાન્ડ માટે જાબ સિક્યુરિટીને વધારે મહત્વ આપી રહ્યા નથી. કંપનીમાં કામ કરતા ઘણા અધિકારીઓ આ મુજબની વાત કરી ચૂક્યા છે. કેટલાક એવા કિસ્સા છે જે કિસ્સામાં સારી કાયમી નોકરી ધરાવનાર લોકો તે નોકરીને છોડીને કામચલાઉ નોકરીમાં સારા પગાર ઉપર જાડાયા છે.
લોકોનું કહેવું છે કે તમામ પ્રકારની કુશળતા હોવા છતાં કાયમી જાબમાં પ્રમોશનની ગતિ ધીમી હોય છે. બીજી બાજુ કામચલાઉ નોકરીમાં પ્રાથમિક તબક્કે સારા પગાર સાથે રાખવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં આ બાબત હવે લાગી પડતી હોય છે. મોટાભાગના કેસોમાં કામચલાઉ નોકરીમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે ઊંચા પગાર પેકેજ આપવામાં આવે છે. ભારતમાં યુવા કર્મચારીઓને નોકરીની દહેશત આજના સમયમાં સતાવી રહી છે. ભારતમાં કામચલાઉ સ્ટાફ ઇન્ડસ્ટ્રીઝ ૧૫ વર્ષ જૂની છે પરંતુ તેના રોલ ઉપર ૬૦૦૦૦૦ લોકો કામ કરી રહ્યા છે જે સાબિત કરે છે કે લોકોને નાણા વધારે મહત્વપૂર્ણ દેખાય છે. જાબની સિક્યુરિટી બીજા નંબરમાં આવી ગઈ છે.