ગ્રેજુએટ, પોસ્ટ ગ્રેજુએટ માટે જોબ માર્કેટ બેહાલ : અહેવાલ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : દેશમાં ગ્રેજુએટ્‌સ અને પોસ્ટ ગ્રેજુએટ્‌સ માટે એન્ટ્‌ી લેવલની ઓફિસ જાબની દ્રષ્ટિએ જોબ માર્કેટની હાલત હાલમાં ખરાબ છે. આર્થિક રિક્વરી ન થાય ત્યા સુધી આવી જ સ્થિતી રહેવાની શક્યતા દેખાઇ રહી છે. જ્યાં સુધી સોફ્ટવેર એન્જિનિયર્સ જેવા સ્પેશિયાલિસ્ટ્‌સની વાત છે તો તેમને જાબ માર્કેટમાં ટકી રહેવા માટે નવી સ્કીલ તૈયાર કરવી પડશે. તેમને નવી ટ્રેનિંગ લેવી પડશે. આવનાર દિવસોમાં તેમની સામે પણ સમસ્યા ઉભી થઇ શકે છે. જા કે સીએક્સઓ (સીઇઓ, સીએફઓ) લેવલ પર ખાસ કરીને ડિજિટલ રોલમાં સ્કીલ્ડ કારોબારીની જગ્યા માટે નોકરીની કોઇ કમી દેખાઇ રહી નથી.

જો જોબ માર્કેટને સેક્ટરની દ્રષ્ટિએ જાવામાં આવે તો કેપીઓ, લાઇફ સાયન્સ, હેલ્થકેર, રિન્યુએબલ એનર્જી, પ્રોજેક્ટ એન્જિનિયરિગમાં જાબની સ્થિતી સારી છે. ઇÂન્ડયન જાબ માર્કેટના સંબંધમાં જે કઇ પણ કહેવામાં આવે છે તે મુજબ વાસ્તવિકતા જાણી શકાઇ નથી. સ્ટાફિગ ફર્મ ટીમલીજના કહેવા મુજબ ઓનલાઇન મર્ચેન્ટના ત્યાં હાલમાં ૨૫૦૦૦ પોસ્ટ ગ્રેજુએટ અથવા તો ગ્રેજુએટ ડિલિવરી સ્ટાફની નોકરી ચાલી રહી છે. જા ઓફિસ જાબનો લાંબો અનુભવ ધરાવે છે. સાથે સાથે લાંબા ઇન્તજાર બાદ આ જગ્યાએ પહોંચી શક્યા છે. સાથે સાથે જેવુ કામ મળ્યુ છે તેવા કામને સ્વિકાર કરીને આગળ વધ્યા છે.

આવી સ્થિતીમાં તેમની સામે પ્રશ્ન થાય છે કે તેમને તેમની લાયકાત મુજબની નોકરી ક્યારે મળી શકશે. એક્ઝીક્યુટિવ કારોબારી અને ઇન્ડસ્ટ્રીઝના જાણકાર લોકોનુ કહેવુ છે કે ભાજપને મળેલી પ્રચંડ સફળતા બાદ રાજકીય સ્થિરતા આવી રહી છે. જે રોજગારીની નવી તકો ઉભી કરવાની દ્રષ્ટિએ યોગ્ય છે. આના માટે સરકારની આર્થિક પોલીસી સક્રિયરીતે ચાલે તે જરૂરી છે. મેન પાવર એમ્પ્લોઇમેન્ટ આઉટલુકના આંકડા મુજબ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં માત્ર ૧૩ ટકા કંપનીઓ દ્વારા ભરતી કરવાની યોજના છે જે ગયા વર્ષે આંકડો ૧૬ ટકાનો હતો. સીઈઓ અને સીએક્સઓના સ્તર પર ભરતીને લઇને સામાન્યરીતે આર્થિક મંદીની કોઇ અસર થતી નથી. એચઆરના જાણકાર લોકોનું કહેવું છે કે, એડ ટેક, ફિન ટેક, મેડ ટેક જેવા બિઝનેસ ઉપરાંત અન્ય બિઝનેસના ડિજિટલ સાઇટના રોલ માટે સારી સ્થિતિ રહેલી છે.

Share This Article