પશ્ચિમી ઓસ્ટ્રેલિયા ખાતેની એક યુનિવર્સિટીમાં હાલમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સંતોષજનક નોકરી નહીં ધરાવતા લોકો અથવા તો નોકરીમાં અસંતોષ ધરાવતા લોકોને માથામાં દુખાવો રહે છે. સાથે સાથે પીઠમાં પીડા માટે પણ કારણરૂપ બની શકે છે. સંશોધકોએ વ્યાપક અભ્યાસ કર્યા બાદ જણાવ્યું છે કે સંતોષ નહીં હોવાની સ્થિતિમાં નોકરીમાંથી રાજીનામું આપનાર અથવા તો નોકરીમાં અસંતોષ ધરાવનાર લોકો ઘણી પ્રકારની પીડાથી ગ્રસ્ત હોય છે. પીઠમાં દુખાવાની પીડા તેમને સતત સતાવતી રહે છે. હકારાત્મક વર્તન નહીં હોવાની સ્થિતિમાં પણ ઘણી સમસ્યાઓ સર્જાય છે.
અભ્યાસમાં સંશોધકોને જાળવા મળ્યું છે કે હકારાત્મક સ્થિતિ નહીં ધરાવતા લોકોની કેરિયર અને સામાજિક લાઈફ ઉપર પણ આની સીધી અસર થાય છે. નોકરી માટે સંતોષ નહીં ધરાવતા લોકો વારંવાર માંદગીની રજા લેતા હોય છે. આ ઉપરાંત બહાનાબાજી કરીને રજાઓ પાડતા હોય છે. તબીબો પાસે આવા કેસ વારંવાર પહોંચે છે. સંશોધકોનું કહેવું છે કે પીડા માટે ઘણા કારણો જવાબદાર છે. દરેક વ્યક્તિને કામના કારણે પીઠમાં અથવા તો ગરદનના ભાગમાં દુખાવા રહે છે.
પરંતુ સતત પીડા ધરાવતા લોકોમાં સામાજિક અને આર્થિક સ્થિતિ પણ ભુમિકા ભજવે છે. કુલ ૩૧૫ દર્દીઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં અન્ય ઘણી બાબતો પણ સપાટી ઉપર આવી છે. અભ્યાસ કરતીવેળા માથાનો દુખાવો અને પીઠમાં પીડા ધરાવતા લોકોને તેમના વર્તન અંગે પણ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. અભ્યાસ મુજબ મુખ્ય કારણ જે જાણવા મળ્યુ છે તે ચોકાવનાર છે. આમા નોકરીમાં અસંતોષના લીધે ઘણી પીડાઓનો સામનો કરવો પડે છે. જેમાં પીઠમાં દુખાવાનો સમાવેશ થાય છે.