JNU ફરી વિવાદોમાં, યુનિવર્સિટીની દિવાલો પર જાતિસૂચક લખાણો દેખાયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (JNU) પરિસરની કેટલીય બિલ્ડીંગ પર ગુરુવારે જાતિસૂચક શબ્દો અને નારા લખવાનો મામલો સામે આવ્યો છે. ત્યાર બાદ આ ઈમારત પર લખેલા નારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. JNUના વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે, સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સ્ટડીઝ-૨ ભવનની દીવાલ પર એક ખાસ સમુદાય વિરુદ્ધ નારા લખ્યા હતા. સાથે જ ઈમારતની દિવાલોમાં પણ તોડફોડ કરી છે. જેએનયૂ કુલપતિએ દીવાલો પર લખેલી જાતિસૂચક શબ્દો મામલા પર તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને તેને લઈને રિપોર્ટ પણ માગ્યો છે. કુલપતિએ આ મામલાને લઈને કહ્યું કે, જેએનયૂ સમાનતાની વાદ કરે છે અને આવી ઘટનાઓને કોઈ પણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. એબીવીપી તરફથી રોહિત કુમારે કહ્યું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વામપંથી ગુંડા દ્વારા શૈક્ષણિક સ્થાનો પર મોટા પાયે તોડફોડ કરી છે, જેની નિંદા કરે છે. તેમણે આગળ કહ્યું કેક ,એકેડમિક જગ્યાનો ઉપયોગ દલીલો અને ચર્ચા માટે હોવો જોઈએ, નહીં કે સમાજ અને વિદ્યાર્થીઓના સમુદાયોમાં ઝેર ફેલાવવા માટે. વિદ્યાર્થીઓએ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા શેર કરી છે, તેમણે કહ્યું કે, નારા બુધવાર રાતે લખવામાં આવ્યા છે. જો કે, આ નારા કોણે લખ્યા છે, તે હજૂ સુધી જાણવા મળ્યું નથી.

Share This Article