જેએમ ફાઇનાન્સ ઇશ્યુ ૨૦મી તારીખે ખુલશે : ઉત્સુકતા વધી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

જેએમ ફાઇનાન્શિયલ ગ્રુપની એનબીએફસી કંપની જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડ (કંપની) રિયલ એસ્ટેટ ડેવલપર્સને સંપૂર્ણ નાણાકીય સોલ્યુશન પ્રદાન કરે છે, જેનો પબ્લિક ઇશ્યુ તા.૨૦ નવેમ્બર, ૨૦૧૮નાં રોજ ખુલશે. આ સીક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) ઇશ્યૂની બેઝ સાઇઝ રૂ. ૨,૫૦૦ મિલિયન છે, જેના દરેક ડિબેન્ચરની ફેસ વેલ્યુ રૂ. ૧,૦૦૦ (સીક્યોર્ડ એનસીડીસ) છે. આ એનસીડીસ એનસીડીમાં રૂ. ૧૦,૦૦૦ મિલિયન સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ છે, જેથી કુલ ઇશ્યુ રૂ. ૧૨,૫૦૦ મિલિયન (ટ્રેન્ચ)નો છે, જેની શેલ્ફ લિમિટ રૂ. ૨૦,૦૦૦ મિલિયનની અંદર છે. આ એનસીડીસ ઇશ્યુ માટે બીએસઇ નિયુકત સ્ટોક એક્ષ્ચેન્જ છે એમ અત્રે જે એમ ફાઇનાÂન્શયલના કન્ટ્રી હેડ ગીતા મીરચંદાણી અને ચીફ ફાયનાન્સીયલ ઓફિસર ગગન કોઠારીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અગાઉ ટ્રેન્ચ ૧ માં કંપનીએ જૂન, ૨૦૧૮નાં અંતે રૂ. ૭,૫૦૦ મિલિયનનું ભંડોળ ઊભું કર્યું હતું.

આ ઇશ્યુ તા. ૨૦ ડિસેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે, જેમાં કંપનીનાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (બોર્ડ) કે એનસીડી પબ્લિક ઇશ્યૂ કમિટીનાં નિર્ણય મુજબ વહેલાસર ક્લોઝર કે ઇશ્યૂને લંબાવવાનો વિકલ્પ છે. સીક્યોર્ડ એનસીડીસ તા.૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર મુજબ રૂ. ૨૦,૦૦૦ મિલિયન સુધીની રકમ માટે ઇક્રા દ્વારા ડબલ એ સ્ટેબલ રેટિંગ મળ્યું છે અને તેને તા.૧ નવેમ્બર, ૨૦૧૮નાં પત્ર દ્વારા વધારે પુષ્ટિ મળી હતી તથા ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા તારીખ તા.૨૭ એપ્રિલ, ૨૦૧૮નાં પત્ર મુજબ રૂ. ૨૦,૦૦૦ મિલિયનની રકમ માટે ડબલ એ સ્ટેબલ રેટિંગ મળ્યું છે, જેને તા.૧ નવેમ્બર, ૨૦૧૮નાં પત્ર દ્વારા પુનઃપુષ્ટિ આપવામાં આવી હતી.

ઇક્રા અને ઇન્ડિયા રેટિંગ્સ દ્વારા સીક્યોર્ડ એનસીડીસનું રેટિંગ નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાનાં સંબંધમાં ઊંચી સુરક્ષાનો સંકેત આપે છે. જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડનાં સીઇઓ શ્રી શાશ્વત બેલાપુરકરે જણાવ્યું હતું કે, જેએમ ફાઇનાન્શિયલ ક્રેડિટ સોલ્યુશન્સ લિમિટેડ એ રિયલ એસ્ટેટ એનબીએફસી છે, જે કન્ઝર્વેિટવ ડેટ ઇક્વિટી રેશિયો અને મિલકતની સારી ગુણવત્તા સાથે વર્ષોથી સ્થિર અને ટકાઉક્ષમ નાણાકીય કામગીરી પ્રદાન કરવાનો સફળ ટ્રેક રેકોર્ડ ધરાવે છે. અમારાં મજબૂત ક્લાયન્ટ બેઝ અને શ્રેષ્ઠ ફ્રેન્ચાઇઝી મોડલ સાથે અમને આગળ જતાં વૃદ્ધઇ જળવાઈ રહેવાની અપેક્ષા છે.

અમને ચાલુ વર્ષની શરૂઆતમાં અમારાં પ્રથમ ઇશ્યૂમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને લાયકાત ધરાવતાં રોકાણકારોને ૫ વર્ષ અને ૧૦ વર્ષ માટે દર વર્ષે ૧૫ બેસિસ પોઇન્ટનું સંવર્ધિત વાર્ષિક પ્રોત્સાહન ઓફર થાય છે. ઉપરાંત ટ્રેન્ચ ૨ સીક્યોર્ડ એનસીડીસ માટે ૪૨ મહિનાઓથી ૧૨૦ મહિનાઓની રેન્જમાં વિવિધ ઓપ્શન્સ/સીરિઝમાં ઓછાં ઓછા ૧૦ ટકા કે વધારે અસરકારક વળતર ધરાવે છે. એનસીડીસનાં તમામ વિકલ્પોમાં અરજી કરવાની લઘુતમ રકમ સંયુક્તપણે રૂ. ૧૦,૦૦૦ છે અને લઘુતમ અરજી પછી રૂ. ૧૦૦૦ની ફેસ વેલ્યુનાં એક (૧) એનસીડીસનાં ગુણાંકમાં છે. ફાળવણી વહેલા-તે-પહેલાનાં-ધોરણે (ઓવરસબસ્ક્રિપ્શનની તારીખને બાદ કરતાં, જો કોઈ હોય તો, જ્યારે તમામ રોકાણકારો કથિત તારીખે સપ્રમાણ આધારે અરજી કરશે) રોકાણકારોને ડિમટિરિઅલાઇઝ ફોર્મમાં એનસીડીસમાં અરજી કરવા માટે અરજી કરવી પડશે. કંપની દ્વારા આ એનસીડીસ ઇશ્યુમાં વર્ષે ૧૦.૨૫ ટકા સુધીના આકર્ષક વ્યાજદરની જાહેરાત કરાઇ હતી.

Share This Article