સદસ્યતા અભિયાન હેઠળ કમલમ ખાતે બેઠક

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન પર્વના પ્રદેશ સંયોજક ભાર્ગવ ભટ્ટની એક અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આવતીકાલે તારીખ ૦૯ જુલાઇ, ૨૦૧૯ મંગળવારના રોજ ‘‘શ્રી કમલમ્’’ કોબા, ગાંધીનગર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક તથા બપોરે ૧૨.૦૦ કલાકે વિસ્તારઓની બેઠક યોજાશે, જેમાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી સતીષ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

ભટ્ટે જણાવ્યુ હતુ કે, આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે યોજાનાર ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠકમાં પ્રદેશ મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રદેશ પ્રભારીઓ, પ્રદેશ અને ઝોનના સંગઠન પર્વના ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જઓ, વિવિધ મોરચાના રાષ્ટ્રીય હોદ્દેદાર અને કારોબારી સભ્યઓ, વિવિધ મોરચાના પ્રદેશ હોદ્દેદારઓ, વિવિધ પ્રદેશ સેલના કન્વીનરઓ, વિભાગ-પ્રકલ્પના પ્રદેશ કન્વીનરઓ, વિવિધ મોરચાઓના જીલ્લા/મહાનગરના પ્રભારીઓ તથા મોરચાઓના અંતર્ગત આવતા સેલના કન્વીનરઓ ઉપસ્થિત રહેશે.

 

Share This Article