અમદાવાદ : અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર વિજય સંકલ્પ સંમેલન યોજાયું જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષા વિજ્યા રાહટકરજી તેમજ ગૃગ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. જીતુ વાઘાણીએ સંમેલનમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સત્તા માટે નહીં જનસેવા માટે કાર્ય કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગાંધીનગર લોકસભા સીટ માટે ઉમેદવારી કરવાનું નક્કી થતાંની સાથે જ કોંગ્રેસની ઉંઘ ઙરામ થઇ ગઇ છે. કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારને બદલવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ ઉપરાંત ગુજરાતમાં અન્ય લોકસભા સીટ ઉપર પણ આજ દિન સુધી પોતાના ઉમેદવાર નક્કી કરી શક્યા નથી. ભાજપ પાસે નરેન્દ્ર મોદી રુપે સમક્ષ, પ્રમાણિક અને સાહસિક નેતૃત્વ છે જ્યારે વિપક્ષ પાસે દૂર દૂર સુધી સબળ નેતૃત્વ કરી શકે તેવી નેતાગીરીનો અભાવ છે. દેશની સલામતી, સુરક્ષા, સમૃદ્ધિ તથા વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ આવશ્યક છે.
છેલ્લા ૭૦ વર્ષથી કોંગ્રેસ એક જ પરિવારની ચિંતા કરતી આવી છે. દેશના ગરીબોનું કોંગ્રેસે માત્રને માત્ર શોષણ જ કર્યું છે. દેશની ગરબ જનતા ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૬ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા વિહોણી હો, યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવા માટે તરફડિયા મારે છે અને કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપના નેતૃત્વ ુપર પાયા વિહોણા આક્ષેપો કરતી રહી છે.