રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ દ્વારા ગ્રાહકો માટે એક પછી એક નવી નવી જાહેરાતો કરવાં આવી રહી છે ત્યારે આજે તેમની 41મી AGM મીટિંગમાં મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને જિયો ફોન-2 અને Jio Giga Fibre અને Jio Giga TV રાઉટર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગત વર્ષે રિલાયન્સ AGMમાં જિયો ફોન લોન્ચ કરાયો હતો. ત્યારે હવે આ વર્ષે નવા એડિશનલ ફીચર્સ સાથે જિયો ફોન-2ને લોન્ચ કરવામાં આવ્યો છે. જિયો ફોન-2 ગત વર્ષે લોન્ચ કરાયેલા જિયો ફોનનું અપગ્રેડેડ વર્ઝન છે.
જિયો ફોન -2ની વિશેષતાઓ બાબતે વાત કરીએ તો તેમાં યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપની સુવિધા મળશે તથા હોરિઝોન્ટલ સ્ક્રીન બોર્ડની સાથે QWERTY કી-પેડની સુવિધા પણ આપવામાં આવશે. આ ફોનમાં 4જી સપોર્ટ સાથે ડ્યૂઅલ સિમની સુવિધા છે અને તેની ડીસપ્લે 2.4 ઇંચની હશે. કેમેરાની વાત કરીએ તો રિયર અને ફ્રન્ટ એમ બંને બાજુ 2-2 મેગા પિક્સલ કેમેરો રહેશો ઇન્ટરનલ સ્ટોરેજ કેપેસીટી 4 જીબી સુધી માર્યાદિત રહેશે પણ તેને મેમરી કાર્ડ દ્વારા 128 જીબી સુધી વધારી શકાશે જયારે તેની રેમ 512 MBની રહેશે. બેટરી 2000 MAH રહેશે અને તેમાં FM, WiFi, GPS અને NFC જેવા ફીચર્સ પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આ ફોનનું વેચાણ આગામી 15 ઑગસ્ટથી રોજથી શરુ થશે.