વર્તામ સમયમાં કોલડ્રોપની સમસ્યા ખૂબ જ વધી રહી છે. લોકો ચાલુ વાતચીતે ફોન ડિસકનેક્ટ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે ભારતની ટેલિકોમ સેક્ટરની બે અગ્રણી કંપનીઓ કોલ ડ્રોપની સમસ્યાથી છૂટકારો અપાવશે.
રિલાયંસ જિયો અને ભારતી એરટેલે કોલ ડ્રોપની સમસ્યાથી છૂટકારો અપાવવા માટે પોતાના માળખાને અપગ્રેડ અને વિસ્તરણ કરવા માટે રૂપિયા ૭૪,૦૦૦ કરોડનું રોકાણ કરવા જઇ રહી છે.
દૂરસંચાર સચિવ અરુણા સુંદરરાજને જાણકારી આપતા જણાવ્યું કે રિલાંયસ જિયો ૨૦૧૯માં એક લાખ ટાવર લગાવવા માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પોતાના મૂળભૂત માળખામાં ૧૬,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂકેલી ભારતી એરટેલ આગળ પણ ૨૪,૦૦૦ હજાર કરોડ રૂપિયા સુધીનું વધુ રોકાણ કરવા જઇ રહી છે.
આમ બન્ને કંપનીઓ દ્વારા કરવામાં આવનાર મૂળભૂત માળખાકીય ફેરફારના કારણે કોલડ્રોપની સમસ્યાથી છૂટકારો મળી શકે છે.