બાલાકોટમાં જેહાદીઓની પરેડ યોજાતી હતી: રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક)માં ઘુસીને ત્રાસવાદીઓના તમામ અડ્ડાઓને ફુંકી મારવામાં આવ્યા બાદ હવે નવી નવી વિગત સપાટી પર આવી રહી છે. ભારતીય હવાઇના વિમાનોએ બાલાકોટમાં જઇને જેશના સૌથી જુના અને મોટા ટ્રેનિંગ કેમ્પની સાથે અનેક કેમ્પોને ફુંકી માર્યા છે. આ હવાઇ હુમલામાં જેશના ૩૫૦થી વધારે ત્રાસવાદીઓનો ખાતમો થયો છે. બાલાકોટ જેશના ત્રાસવાદીઓના મુખ્ય ગઢ તરીકે છે.

અહીંથી ત્રાસવાદીઓને આકાઓ સુરક્ષા દળો પર હુમલા કરવા માટે ટ્રેનિંગ આપતા હતા. તેમને બોંબરો બનાવવામાં આવતા હતા. બાલાકોટમાં જેશના ટેરર કેમ્પના પ્રવેશ દ્વારથી જ કેડરોના દિલો દિમાગમાં નફરતની છાપ ફેલાવવામાં આવતી હતી. સેન્ટરોને ખુબ ખોફનાક સ્વરૂપમાં રાખવામાં આવતા હતા. આની સીઢીઓ પર અમેરિકા, બ્રિટન અને ઇઝરાયેલના ધ્વજ પણ લગાવવામા ંઆવ્યા હતા. જેથી તેમના દુશ્મનો યાદ રહે. તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ઓછામાં ઓછા ૨૬ યુવાનોને ત્રાસવાદી ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. આ યુવાનો રાવલપિંડી અને અટોકના હતા.

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ  ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે ગઇકાલે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જોરદાર હવાઇ  હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા.ભારતીય હવાઇ દળે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી .

Share This Article