બાટલા હાઉસને લઇને હવે ચાહક ભારે ઉત્સુક દેખાયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : સત્યમેવ જયતે ફિલ્મમાં કામ કર્યા બાદ જહોન અબ્રાહમની બોલબાલા ફરી એકવાર વધી ગઇ છે. તેની પાસે નવી નવી ફિલ્મની ઓફર આવી રહી છે. તેની નવી એક્શન ફિલ્મ  બાટલા હાઉસ હવે ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જે એક્શનથી ભરપુર ફિલ્મ છે. નિખિલ અડવાણી દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. ફિલ્મમાં તેની સાથે મૃણાળ ઠાકુર છે. જે જહોનની પત્નિની ભૂમિકામાં નજરે પડનાર છે. ફિલ્મને લઇને ચાહકો ભારે ઉત્સુક છે.

ગયા વર્ષે  આ ફિલ્મનુ શુટિંગ નવેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યુ હતુ.  ગયા વર્ષે  પહેલી નવેમ્બરથી આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ. સતત શુટિંગ કરવામાં આવ્યા બાદ  હાલમાં જ તેનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. હવે ૧૫મી ઓગષ્ટના દિવસે ફિલ્મને રજૂ કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. આ તમામ બાબતો યોજનાપૂર્વક આગળ વધી રહી છે. ફિલ્મને લઇને વધારે શોધની જરૂર દેખાઇ હતી.  જહોન અબ્રાહમે રો, પરમાણુ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મ  અગાઉ કરી છે.  વર્કશોપ આ તમામ ફિલ્મમો માટે કરવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. તેનુ કહેવુ છે કે વર્કશોપ ભૂમિકામાં નવા પ્રાણ ફુંકી દેવામાં મદદ કરે છે.

ફિલ્મનુ શુટિંગ દિલ્હી, મુંબઇ, જયપુર અને નેપાળમાં હાથ ધરવામાં આવ્યુ હતુ.  ફિલ્મના શુટિંગને પૂર્ણ કરવામાં આવ્યા બાદ બાકીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ચુકી છે.  જહોનની સત્યમેવ જયતે ફિલ્મમાં જહોનની ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી હતી. બાટલા હાઉસ ફિલ્મ પણ એક્શનથી ભરપુર ફિલ્મ તૈયાર કરવામાં આવનાર છે. બાટલા હાઉસ ફિલ્મને લઇને ફિલ્મી ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે.

Share This Article