જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના પરિણાંમ આજે જાહેર કરવામાં આવ્યા હતા. શાસનવિરોધી પરિબળની સ્પષ્ટ અસર ઝારખંડમાં દેખાઇ છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીને પાછેહટનો સામનો કરવો પડી રહ્યો છે. અલબત્ત ભારતીય જનતા પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે હજુ પણ દેખાઇ રહી છે પરંતુ જેએમએમ ગઠબંધન બહુમતિના આંકડાને પાર કરી જવામાં સફળ છે. આનો અર્થ એ થયો કે હવે રઘુવર દાસના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો હવે અંત આવ્યો છે. જેએમએમ-કોંગ્રેસ અને આરજેડીના મહાગઠબંધનની સરકાર ઝારખંડમાં બનવા જઇ રહી છે. મતગણતરીની શરૂઆત થયા બાદ તત જ ભારતીય જનતા પાર્ટી અને જેએમએમ વચ્ચે જોરદાર ટક્કર દેખાઇ રહી હતી. ભારતીય જનતા પાર્ટીનો દેખાવ નબળો રહ્યો નથી. વડાધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમખ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી હતી.
છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ૨૭, જેએમએમે ૨૫ અને કોંગ્રેસે ૧૩ સીટ પણ લીડ મેળવી હતી. મુખ્યપ્રધાન રઘુવરદાસની જીત તેમની બેઠકમાં થઇ ચુકી છે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ઝારખંડમાં પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો ઉપર સઘન સુરક્ષા વ્યવસ્તા વચ્ચે ૬૨થી ૬૪ ટકા મતદાન થયું હતું જ્યારે બીજા તબક્કામાં સાતમી ડિસેમ્બરના દિવસે હિંસાના છુટાછવાયા બનાવો વચ્ચે ૬૩.૩૬ ટકા સુધી ઉંચુ મતદાન થયું હતું. તમામ ચાર તબક્કા કરતા અંતિમ તબક્કામાં વધુ ઉંચુ મતદાન થયું હતું અને ૭૦.૮૩ ટકા મતદાન રહ્યું હતું. ભાજપની પ્રતિષ્ઠા પણ દાવ ઉપર લાગેલી છે.
જો કે, શાસનવિરોધી પરિબળના કારણે ભાજપને નુકસાન થવાની શક્યતા પહેલાથીજ દેખાઇ રહી હતી. કોંગ્રેસ-જેએમએમને કેટલી સીટો મળે છે તેના ઉપર નજર કેન્દ્રિત થઇ ગઇ છે.
કોંગ્રેસ-જેએમએમ અને આરજેડીના ગઠબંધનને બહુમતિ મળી રહી છે. કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીને સાથે મળીને ૪૧ સીટો મળી શકે છે જ્યારે ભાજપને ૨૯ સીટો આપવામાં આવી રહી છે. એક્ઝીટ પોલના તારણ બિલકુલ યોગ્ય સાબિત થઇ રહી હતી. આવી જ રીતે ઇન્ડિયા ટુડે એક્સિસના એક્ઝીટ પોલમાં ભાજપને ૩૪ ટકા મત મળવાની વાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસ-જેએમએમ અને આરજેડીને ૩૭ ટકા મત મળવાની વાત કરવામાં આવી હતી. ભાજપને ૨૨-૩૨ સીટો આપવામાં આવી હતી. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે.