સારા સાથે સ્પર્ધામાં ઉતરવા માટે તૈયાર જ નથી : જાન્હવી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ :બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હાલમાં  દક્ષિણ ભારતની ફિલ્મને લઇને  વ્યવસ્ત બનેવી છે. તેની કહેવુ છે કે સારા સાથે નજીકની મિત્રતા છે . કોઇ પણ પ્રકારની સ્પર્ધા નથી.  બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ સિમ્બા બાદ લોકપ્રિય થઇ રહી છે. બોલિવુડના તમામ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે ભવિષ્યમાં જોરદાર  સ્પર્ધા થનાર છે. જો કે જાન્હવીએ આસંબંધમાં સાફ શબ્દોમાં કહ્યુ છે કે તેમની વચ્ચે કોઇ સ્પર્ધા રહેશે નહી. સારા અલી ખાન હવે પોતાની ત્રીજી ફિલ્મના શુટિંગમાં વયસ્ત બની ગઇ છે. આવી સ્થિતીમાં બંને સ્ટાર કિડ્‌સ વચ્ચે જોરદાર  સ્પર્ધા થવાની શક્યતા છે. જો કે જાન્હવી આ પ્રકારની વાતમાં વિશ્વાસ રાખતી નથી. તેનુ કહેવુ છે કે સારા સાથે કોઇ ટક્કર નથી.

જાન્હવીએ કહ્યુ છે કે તે બીજી કોઇ ફિલ્મ હાલમાં સાઇન કરી રહી નથી. તે પોતે આ સંબંધમાં અનેક ગોસિપ સાંભળી રહી છે. જો કે તેની પાસે હાલમાં કોઇ પણ સાઉથની અથવા તો અન્ય ફિલ્મ નથી.  તેનુ કહેવુ છે કે તે એક ચાહકની જેમ સારા અલી ખાનની તમામ ફિલ્મો જોવા માટે ઉત્સુક છે. જાન્હવી સારા અલી ખાનની પ્રશંસા કરતા કહે છે કે તેમાં ખુબ શક્યતા છે. અપાર કુશળતા રહેલી છે. તે ફિલ્મમાં ખુબ મોટી મોટી સફળતા હાંસલ કરનાર છે. સારા રણવીર સિંહ સાથે પોતાની ફિલ્મને લઇને ખુબ ખુશ થયેલી છે.તેની પાસે સારી સારી ફિલ્મોની ઓફર પહેલાથી જ આવી રહી છે. હવે તે નવી ફિલ્મ  સ્વીકાર કરી રહી છે.

શ્રીદેવીનુ થોડાક વર્ષ પહેલા દુબઇમાં અવસાન થયુ હતુ. એ વખતે સારા પોતાના ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત રહી હતી.જાન્હવી હાલમાં જીમમાં મોટા ભાગે જાવા મળે છે. તે ફિટનેસને લઇને વ્યસ્ત બનેલી છે. જાન્હવી એરફોર્સ ઓફિસરની ભૂમિકા અદા કરવા જઇ રહી છે.

Share This Article