જાન્હવી અને અર્જુનને લઇને ટુંકમાં નવી ફિલ્મ બનાવાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : ધડક ફિલ્મ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી ચુકેલી જાન્હવી કપુર હવે તેના ભાઇ અર્જુન કપુર સાથે એક ફિલ્મમાં  નજરે પડી શકે છે. કારણ કે પિતા  બોની કપુરે જાહેરાત કરી છે કે તેઓ હવે નિર્દેશન પણ કરનાર છે. આની શરૂઆત તેઓ ઘરથી એટલે કે પોતાની પુત્રી જાન્હવી કપુર અને અર્જુન કપુરની સાથે કરનાર છે. આ બંનેને સાથે લઇને ફિલ્મનુ નિર્માણ કરવામાં આવનાર છે. બનીએ જાહેરાત કરી છે કે ટુંક સમયમાં તમામ માહિતી જાહેર કરવામાં આવનાર છે. બોની કપુરે કહ્યુ હતુ કે ઘર અને પ્રોફેશનલ જવાબદારીના કારણે તેઓ નિર્દેશનનુ કામ મુકી ચુક્યા હતા પરંતુ આજે પણ નિર્દેશન કરવાની ઇચ્છા રહે છે.

બે વખત નિર્દેશન કરવા માટેની બાબતને લઇને એક બે ફિલ્મ મામલે આગળ વધી ગયો હતો પરંતુ ત્યારબાદ રોકાઇ ગયો હતો. કારણ કે એક સાથે ત્રણ ચાર ફિલ્મો ફ્લોર પર રહેતી હતી. બોની કપુરે કહ્યુ છે કે તેઓ વિચારતા હતા કે જો નિર્દેશનમાં ઘુસી જશે તો બાકી તમામ કામો પાછળ છુટી જશે. બોનીએ કહ્યુ હતુ કે તેઓ જે પણ કામ કરે છે તેમાં તમામ તાકાત લગાવી દે છે. આવી સ્થિતીમાં નિર્દેશન કર્યુ હોત તો નિર્માતા તરીકે પોતાન અન્ય ફિલ્મોને ન્યાય ન આપી શક્યા હોત.

ભાઇ અને બહેનની કોઇ સારી પટકથા પર ફિલ્મ બની નથી જેથી આ વિષય પર ફિલ્મ બનાવવા માટેની ઇચ્છા છે. બોનીએ કહ્યુ હતુ કે ખુશી, સોનમ, અનિલ કપુર અને સંજય કપુરને પણ ફિલ્મમાં લેવામાં આવી શકે છે. જાન્હવી હાલમાં તખ્ત ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં તેની સાથે મોટા સ્ટાર છે. અર્જુન કપુર હાલમનાં પાનીપતના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના નિર્માણ પર પહેલાથી જ કામ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. જેથી ઝડપથી શુટિંગ કરાશે.

Share This Article