નવી દિલ્હી : જેટ એરવેઝે સ્થાનિક ઉંડાણ માટે એક નવી ખાસ ઓફર રજૂ કરી છે. વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી મુજબ દેશમાં ૩૭ જગ્યાઓની ટિકિટની શરૂઆત ૧૧૬૫ રૂપિયામાં થઇ રહી છે. આ ઉપરાંત એરલાઈન દ્વારા ચારથી વધારે યાત્રીઓની સાથે યાત્રા કરવાની સ્થિતિમાં ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. સિવિલ એવિએશનમાં સ્પર્ધા વધવાના પરિણામ સ્વરુપે જેટ એરવેઝ દ્વારા આ ઓફર કરવામાં આવી છે. સ્પાઇસ જેટે પણ ઓફર કરવાની તૈયારી કરી છે. કેટલીક શરતો લાગૂ કરવામાં આવી છે. માત્ર ઇકોનોમી ક્લાસ માટે આ સુવિધા આપવામાં આવી રહી છે.
ટિકિટ બુક કરવામાં આવ્યાના ૧૨ મહિના બાદ સુધી આ માન્ય રહેશે. ભાડામાં સામાન્ય નિયમ મુજબ જ બાળકના ડિસ્કાઉન્ટ, તારીખમાં ફેરફાર, રિફંડ ચાર્જ અને બ્લેકઆઉટ પિરિયડના નિયમ લાગૂ થશે. જા કે, જેટ એરવેઝ કોઇપણ સમયે સૂચના વગર નિયમોમાં ફેરફાર કરી શકે છે. જા ચાર યાત્રીઓની સાથે ટિકિટ બુક કરવામાં આવે છે તો ૧૦ ટકા રાહત મળશે. આ ટિકિટ જેટ એરવેઝની વેબસાઇટ તથા મોબાઇલ એપથી ટિકિટ બુક થઇ શકે છે.
ટિકિટ ઓછામાં ઓછી યાત્રાની તારીખથી ૧૪ દિવસ પહેલા બુક કરાવવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ઇથોપિયન એરલાઇન્સ વિમાન દુર્ઘટના થયા બાદ સુરક્ષાના કારણોસર હવે અન્ય દેશોની સાથે આગળ વધીને તાત્કાલિક ધોરણે બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનપર પ્રતિબંધ મુકી દીધો છે. નવા આદેશ જારી કરવામાં ન આવે ત્યાં સુધી આ વિમાનોના ઉડાણ પર પ્રતિબંધ રહેશે. ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આની સીધી અસર સ્પાઇસ જેટ અને જેટ એરવેઝની સેવા પર થઇ રહી છે.