મુંબઇ : છેલ્લા એક સપ્તાહના ગાળામાં જેટ એરવેઝની સેંકડો ફ્લાઇટ રદ થવાના કારણ વિમાની ભાડામાં ઉલ્લેખનીય વધારો થયો છે. વિમાની ભાડમાં હાલમાં ૬૦ ટકાની આસપાસનો વધારો થઇ ગયો છે. બીજી બાજુ બાજુ ઇન્ડિગોની ૪૦થી વધાર ફ્લાઇટ રદ થવાના કારણે સ્થિતી વધારે ખરાબ થઇ ગઇ છે. મામલાને લઇન વાકેફ રહેલા લોકોએ કહ્યુ છે કે ખાસ કરીને દેશના નાના શહેરોવાળા રૂટ પર ભાડામાં વધારે વધારો કરવામા ંઆવ્યો છે. એક વ્યક્તિએ માહિતી આપતા કહ્યુ છે કે જેટે ૧૨૩ વિમાનના પોતાના કાફલામાંથી એક તૃતિયાશ વિમાનો સેવામાંથી દુર કરી લીધા છે. તેના દ્વારા દરરોજ ૧૦૦ ફ્લાઇટો રદ કરવામા આવી રહી છે. ઇન્ડિગોનુ કહેવુ છે કે આગામી સપ્તાહ સુધી ૩૦ દરરોજની ફ્લાઇટને રદ કરી દેશે.
જા કે ઇન્ડસ્ટ્રીઝ પર નજર રાખનાર લોકોનુ કહેવુ છે કે આ આંકડો ૪૦થી વધારે છે. સામાન્ય દિવસોમાં આ બંને એરલાઇન્સ ૧૭૦૦થી ૨૦૦૦ ફ્લાઇટ ઓપરેટ કરે છે. અન્ય એક વ્યક્તિએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યુ હતુ કે મેટ્રોથી નોન મેટ્રો શહેરમાં સૌથી વધારે અસર થઇ છે. આ રૂટ પર જેટ દ્વારા ઉંડાણ લગભગ બંધ કરી દીધી છે. દિલ્હીથી કોલકત્તા અને ચેન્નાઇના યાત્રી ભાડામાં ખુબ વધારો થઇ ગયો છે. ભાડામાં સરેરાશ ૨૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. કેટલાક સેક્ટરમાં તો વધારો ૬૦ ટકાની આસપાસ છે. તેમણે કહ્યુ છે કે દિલ્હી-મુંબઇ રૂટ પર અલબત્ત અસર નહીંવત સમાન છે. જે સૌથી વધારે વ્યસ્ત રૂટ પૈકી ક રૂટ છે. જેટ દ્વારા આ સંબંધમાં મળેલા ઇમેલના જવાબમાં કહ્યુ છે કે તે હાલમાં કોઇ પ્રશ્નોના જવાબ આપવાની સ્થિતીમાં નથી. નાણાંકીય સંકટમાં ફસાયેલા જેટ દ્વારા લીઝ રેન્ટલ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા છે. જેથી લીઝ પર વિમાનોનો ઉપયોગ કરવાની મંજુરી આપનાર કંપનીઓ દ્વારા નોટીસ જેટને આપી દવામાં આવી છે. એરલાઇન લોન પેમેન્ટને લઇને પણ ડિફોલ્ટ કરી ગઇ છે.
સુત્રોના કહેવા મુજબ ફાઉન્ડર અને ચેરમેન નરેશ ગોયલ બોર્ડમાંથી હટવા સહમત થઇ ગયા છે. જેથી રેજાલુશનની શક્યતા દેખાઇ રહી છે. ગયા સપ્તાહમાં ગોયલે કહ્યુ હતુ કે તે એરલાઇન અને તેમના કર્મચારીઓના હિતમાં કોઇ પણ પગલા લેવા માટે તૈયાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ જેટ અને ઇન્ડિગોની સામે હાલમાં અનેક પ્રકારની સમસ્યા આવી રહી છે. જેના કારણે તેમના ઓપરેશન આડે તકલીફ થઇ રહી છે. હાલમાં અન્ય એરલાઇન્સ પણ જુદા જુદા કારણોસર તકલીફનો સામનો કરે છે. તેમની સમસ્યાને દુર કરવા માટે પગલા પણ લેવામાં આવી રહ્યા છે. હાલમાં લીન સિઝનનો ગાળો ચાલી રહ્યો છે. માર્ચના ગાળા બાદ ભાડામાં વધારો થવાના સંકેત દેખાઇ રહ્યા છે. જેથી યાત્રીઓને વધારે ભાડા ચુકવી દેવા માટેની તૈયારી રાખવી પડશે.