નવી દિલ્હી : લોકોસ્ટ કેરિયર અને નજીકના હરિફ સ્પાઇસ જેટને જેટ એરવેઝને ચાલી રહેલી કટોકટીનો સૌથી વધારે ફાયદો થયો છે. જેટ એરવેઝના પાયલોટો અને એન્જિનિયરો સ્પાઇસ જેટમાં ૩૦-૫૦ ટકા ઓછા પગાર સાથે જાડાઈ ગયા છે. નાણાંકીયરીતે મુશ્કેલીમાં મુકાયેલી જેટ એરવેઝને છોડીને પાયલોટો અને એન્જિનિયરો નિકળી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ કહ્યું છે કે, જેટ એરવેઝના પાયલોટોને ૨૫-૩૦ ટકા પગાર કાપ સાથે કંપનીમાં જાડાવવા કહેવામાં આવ્યું છે જ્યારે એન્જિનિયરોને વર્તમાન પગાર પેકેજના ૫૦ ટકા ઓછા પગાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
જાણકાર લોકોનું કહેવું છે કે સ્પાઇસ જેટ અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં અરજીઓ કરવામાં આવી છે. આ ઓફર ખુબ ઓછી કિંમતની રાખવામાં આવી છે. સ્પાઇસ જેટના કારોબારીઓના કહેવા મુજબ બજેટ કેરિયરના કહેવા મુજબ તેમની પોતાની રુપરેખા મુજબ પગારની ઓફર કરવામાં આવી રહી છે. જેટ એરવેઝ દ્વારા પાયલોટો અને એન્જિનિયરોને વધારે નાણાં ચુકવવામાં આવી રહ્યા હતા પરંતુ સ્પાઇસ જેટે ઓછા નાણાં આપવાનો નિર્ણય કર્યો છે. જેટ એરવેઝનું કહેવું છે કે, ચારથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા પાયલોટો અન્ય એરલાઈન્સમાં સામેલ થઇ રહ્યા છે. કારણ કે પગારમાં વિલંબને લઇને તકલીફ અનુભવી રહ્યા છે.
જેટ એરવેઝ સિવાય એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઇસ જેટ દ્વારા મોટાપાયે જેટના લોકોને સામેલ કરીને પોતાની સ્થિતિ હળવી કરવાના પ્રયાસ કર્યા છે. જેટ અનેક પ્રકારની તકલીફો હાલમાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ એન્જિનિયરોને પણ દોઢ લાખથી બે લાખના મહિને પગારની ઓફર કરવામાં આવી છે.