લોસએન્જલસ : વિશ્વની સૌથી લોકપ્રિય સેલિબ્રિટીઓમાં સ્થાન ધરાવનાર સ્ટાર અભિનેત્રી જેનિફર એનિસ્ટ જસ્ટીન થેરોક્સ સાથેફેબ્રુઆરીમાં સંબંધ તુટી ગયા બાદ હવે ફરી ડેટિગ પર હોવાના હેવાલ મળી રહ્યા છે. તે હવે એમઆઇટી પ્રોફેસરના પ્રેમમાં છે. પ્રોફેસરનુ નામ નેરી ઓક્સમન હોવાનુ પણ જાણવા મળ્યુ છે. જા કે આ સંબંધમાં વધારે વિગત મળી શકી નથી. જેનિફર એનિસ્ટને હવે એવા અહેવાલને રદિયો આપ્યો છે કે તે સગર્ભા છે. તેનુ કહેવુ છે કે મિડિયામાં છેલ્લા કેટલાક સમયથી પ્રકાશિત થઇ રહેલા અહેવાલ પાયાવગર છે. આ હેવાલનોમાં કોઇ વાસ્તવિકતા નથી.
તેનુ કહેવુ છે કે મિડિયામાં સતત અહેવાલ આવ્યા બાદ તેને આખરે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. તમામ હોલિવુડ ચાહકો સારી રીતે જાણે છે કે જેનિફર એનિસ્ટનના વિતેલા વર્ષોમાં કેટલાક ટોપના કલાકારો સાથે સંબંધ રહી ચુક્યા છે. જેમાં હોલિવુડ સ્ટાર બ્રાડ પીટનો સમાવેશ થાય છે. બ્રાડ પીટ સાથે તેના સંબંધોનો એ વખતે અંત આવ્યો હતો જ્યારે એન્જેલિના જાલી બ્રાડ પીટની લાઇફમાં આવી ગઇ હતી. જા કે આજે પણ બ્રાડ પીટ સાથે તેની મિત્રતા જાણીતી રહી છે.
આ ઉપરાંત અન્ય પુરૂષો સાથે તેના સંબંધની પણ ભારે ચર્ચા રહી હતી. હાલમાં તેની પાસે કોઇ પ્રોજેક્ટ અથવા તો ટીવી સિરિયલ હાથમાં છે કે કેમ તે અંગે માહિતી આપવાનો જેનિફર એનિસ્ટને ઇન્કાર કર્યો છે. જા કે જેનિફર એનિસ્ટન આજે પણ સૌથી ટોપની સ્ટાર સેલિબ્રિટીમાં સ્થાન ધરાવે છે. તે મોટી ન્યુઝમેકર્સ તરીકે પણ રહી છે. તેના લાખો ચાહકો તેની નવી ફિલ્મની પણ રાહ જાઇ રહ્યા છે. થેરોક્સ સાથે તેના ફેબ્રુઆરી મહિનામાં સંબંધ તુટી ગયા હતા. આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદથી એનિસ્ટનના ડેટિંગને લઇને જુદા જુદા અહેવાલો પણ પ્રકાશિત કરવામાં આવી રહ્યા હતા.