જેઈઈ જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ માટે પહેલીથી નોંધણી કરાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની મહત્વની ગણાતી જેઈઈ જોઈન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ મેઈનની પરીક્ષા આ વર્ષથી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા પહેલીવાર લેવામાં આવી રહી છે. જેનું રજિસ્ટ્રેશન તા.૧લી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. ઉમેદવારોના રજિસ્ટ્રેશનની આ પ્રક્રિયા તા.૩૦મી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. જેઇઇની જાઇન્ટ એન્ટ્રન્સની મેઇન એક્ઝામ જાન્યુઆરી-૨૦૧૯માં યોજાશે. જે ૮ શિફ્‌ટમાં લેવાશે અને તેનું પરિણામ ફેબ્રુઆરી-૨૦૧૯માં જાહેર કરાશે. આ પરીક્ષાના માર્કથી જે વિદ્યાર્થી સંતુષ્ટ નહીં હોય કે કોઈ સંજોગોમાં ધાર્યા કરતા ઓછા માર્કસ મેળવ્યા હશે તો તે વિદ્યાર્થી બીજા તબક્કામાં યોજાનારી પરીક્ષામાં હશે તો તે વિદ્યાર્થી બીજા તબક્કામાં યોજાનારી પરીક્ષામાં એન્ટ્રી લઈ શકશે.

જેઇઇનું પહેલું સત્ર તા.૬ જાન્યુઆરીથી તા.૨૦ જાન્યુઆરી સુધીનું રહેશે અને બીજું સત્ર એપ્રિલ મહિનામાં તા.૭ એપ્રિલથી તા.૨૧ એપ્રિલ વચ્ચે યોજાશે. જેઈઈ મેઈનની પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ મોક ટેસ્ટની સુવિધા મળશે તેના માટે ટ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ દ્વારા તેનો લાભ લઈને અભ્યાસ કરી શકશે. ઉમેદવારે તેના પોતાના ઈ મેઈલ આઈડી, મોબાઈલ નંબર અને આધાર નંબરના ઉપયોગ સાથે તા.૧લી સપ્ટેમ્બરે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આધાર નહીં હોય તેમણે અન્ય દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો રહેશે.

રજિસ્ટ્રેશનમાં ઉમેદવારે વ્યક્તિગત, સંપર્ક અને શૈક્ષણિક સંબંધિત વિગતો ભરવાની રહેશે. રજિસ્ટ્રેશનના ઉમેદવારે વ્યક્તિગત, સંપર્ક અને શૈક્ષણિક સંબંધિત વિગતો ભરવા ઉપરાંત પોતાના મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈ ડી કન્ફર્મ કરવાના રહેશે. ત્યાર બાદ ઉમેદવારે ડોક્યુમેન્ટ ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ કાળજી સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Share This Article