વિદેશમંત્રી જયશંકર અંતે ભાજપમાં સામેલ થયા છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારમાં વિદેશમંત્રી તરીકેની ફરજ બજાવી રહેલા એસ જયશંકર આજે વિધિવતરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની જગ્યાએ તેમને પ્રધાન બનાવવામાં આવ્યા છે. વિદેશ સચિવ તરીકે જયશંકરે ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં જયશંકર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતા કૈલાશ વિજયવર્ગીય, પાર્ટીના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જયશંકર ભારતના પૂર્વ વિદેશ સચિવ તરીકે કામ કરી ચુક્યા છે. જાન્યુઆરી-૨૦૧૫થી જાન્યુઆરી-૨૦૧૮ સુધીના ગાળામાં તેઓ આ હોદ્દા પર રહ્યા હતા. ૭૩ દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદવેળા જયશંકરની મોટી ભૂમિકા રહી હતી. જયશંકર ભારતીય જનતા પાર્ટીમાં જાડાઈ જતા હવે પાર્ટીની સ્થિતિને મજબુત કરવામાં પણ તેમની ઉપયોગી ભૂમિકા રહેશે.

Share This Article